GSTV

વિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર અન્ય લોકોની ભૂલ બતાવનારા કોંગ્રસના સાંસદ શશી થરૂર પોતે જ બહુ મોટી ભૂલ કરી બેઠા છે. હાઉડી મોદી કાર્યક્રમની સરખામણી જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી સાથે કરવા જતા થરૂરે એવી મોટી ભૂલ કરી કે સોશિયલ મીડિયા પર તે ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

શશી થરૂરે પૂર્વ પીએમ નહેરુ અને ઇન્દિરા ગાંધીની એક તસવીર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું કે અમેરિકાની આ તસવીર વર્ષ 1954ની છે. જેમાં ભારે ભીડે તેમનું શાનદાર સ્વાગત કર્યું હતુ. આ ભીડ એકઠી કરવા કોઇ ખાસ પીઆર કેમ્પેઇનની જરૂર પડી નહોતી. આમ તેમણે અપ્રત્યક્ષ રીતે હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

પરંતુ થરૂરે શેર કરેલી તસવીરમાં અનેક ભૂલ સામે આવી છે. પહેલી તો તેમણે જે તસવીર રજૂ કરી તે અમેરિકાની નહીં. પરંતુ રશિયાની છે. બીજી ભૂલ એ કે આ તસવીર વર્ષ 1954 નહીં પણ વર્ષ 1956ની છે કે જ્યારે પીએમ નહેરુ સાથે ઇન્દિરા ગાંધી રશિયા ગયા હતા. જો કે પોતે ખોટી તસવીર શેર કરી હોવાની જાણ થતાં થરૂરે તેનો ખુલાસો પણ કર્યો. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેમની આ પોસ્ટ પર કોમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો

Karan

ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા

Karan

આંદોલન બન્યું ઉગ્ર/ રૂટ બદલીને લાલ કિલ્લા તરફ વધ્યો ખેડૂતોનો એક જથ્થો, તમામ બેરીકેડિંગ તોડીને ટ્રેક્ટર આગળ વધ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!