GSTV
India News Trending Videos

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી દિલચસ્પ રહેવાની સંભાવના છે. પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મોટો દાવો કર્યો છે કે અધ્યક્ષ પદની તેમની ઉમેદવારીને દેશભરમાંથી કાર્યકરોનું સમર્થન મળ્યું છે.

રાજસ્થાનમાં જારી રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યુ છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમની પાસે પાર્ટી કાર્યકર્તાઓનું સમર્થન છે. અશોક ગેહલોતની ઉમેદવારીને લઈને અસમંજસ વચ્ચે શશિ થરૂરે પલક્કડના પટ્ટામબીમાં ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી છે.

સોનિયા ગાંધી

શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી અંગે કહ્યું કે જ્યારે હું ઉમેદવારી પત્ર દાખલ કરું ત્યારે તમે જોજો, મને કેટલું સમર્થન મળ્યું છે. જો મને મોટાભાગના પાર્ટી કાર્યકર્તાઓનું સમર્થન મળશે તો હું ચૂંટણીના મેદાનમાં રહીશ. અનેક લોકોએ મને ચૂંટણી લડવાની વિનંતી કરી છે. હું કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે ઈચ્છુક છું, પરંતુ 30મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ બાદ જ બધુ સ્પષ્ટ થશે.

shashi tharoor

શશી થરૂરે સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. જો થરૂર ખુલ્લીને મેદાનમાં આવે તો કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં દિલચસ્પ મુકાબલો જોવા મળી શકે છે.

Also Read

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV