‘જબરા ફેન’ તો આને કહેવાય, વિચાર્યુ પણ ન હોય એવી જગ્યાએ બનાવ્યું કિંગ ખાનનું મંદિર!

બોલીવુડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાનની ફેન ફોલોઇંગ દેશમાં જ નહી વિદેશમાં પણ એટલી જ છે. કિંગ ખાન જ્યાં પણ જાય છે તેની અદાના લોકો ફેન થઇ જાય છે. કેટલાંક લોકો એવા પણ છે જે તેને ભગવાન માને છે. આવું જ કંઇક જોવા મળ્યું કેરલના મુન્નારમાં જ્યાં શાહરૂખ ખાનના ફેને તેના નામનું મંદિર બનાવ્યું છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે. શશિએ ટ્વિટ કરીને લખ્યું કે પ્રિય શાહરૂખ ખાન જ્યારે હું મુન્નાર ગયો તો હું તે જ રૂમમાં રોકાયો હતો જ્યાં તમે 2013માં ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસના શુટિંગ દરમિયાન રોકાયા હતા. હવે આ રૂમ એક મંદિરમાં તબદીલ થઇ ગયું છે. દરેક દિવાલ પર તમારા પોસ્ટર્સ છે. તમારા કટઆઉટ લાગેલા છે. આરામ માટે કોઇ જગ્યાં જ નથી.

આ સાથે જ કોંગ્રેસ નેતાએ રૂમની તસવીરો પણ શેર કરી છે. જેમાં તે શાહરૂખના પોસ્ટર અને કટઆઉટ સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે. હકીકતમાં વર્ષ 2013માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસનું શુટિંગ કરી રહ્યાં હતા. તે મુન્નાર સ્થિત આ હોટલના રૂમમાં રોકાયા હતા. હવે આ હોટલે આ રૂમને શાહરૂખ ખાનને સમર્પિત કરી દીધો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter