GSTV
Home » News » કુંભ મેળા અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને… આવું લખ્યું…

કુંભ મેળા અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને… આવું લખ્યું…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કુંભ મેળામાં કેબિનેટ પ્રધાન સાથે આસ્થાની ડૂબકી લગાવતા કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. થરૂરે કહ્યુ કે, ગંગાને સ્વચ્છ  રાખવી છે અને પાપ પણ ધોવા છે. આ સંગમમાં તમામ નગ્ન  છે. જય ગંગા  મૈયા. ગઈ કાલે યોગી સરકારની કેબિનેટ  બેઠક પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં મળી હતી.

કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી અને કિબનેટ પ્રધાનોએ  કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. શશી થરૂરે આ પ્રકારનું  ટ્વિટ ત્યારે કર્યુ જ્યારે પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યા છે.  મહત્વપૂર્ણ છે કે, કુંભ મેળામાં  સીએમ યોગી,  નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય  અને ડોક્ટર દિનેશ શર્માએ પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. જે બાદ સીએમ યોગીએ પોતાના મંત્રી મંડળ સાથે ફોટો પણ પડાવ્યો હતો.

Related posts

ભાજપની પાર્ટી તો ચોરોની પાર્ટી છે : મમતા બેનર્જી

Mayur

ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રામ ગર્ગનું નિધન

Mayur

આવતી કાલે 2 કલાક અને 52 મિનિટે ઈસરોનું ચંદ્રયાન લોન્ચ કરાશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!