પાકિસ્તાનના નાણામંત્રી ઈશ્હાક ડારે રવિવારે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લીટરે 35 (PKR) રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી દ્વારા આ પ્રેસ કોન્ફરેન્સ સવારે 10.50 કલાકે કરવામાં આવી અને 10 મિનિટ પછી એટલે કે સવારે 11 વાગ્યે પેટ્રોલ – ડિઝલના નવા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા હતા.

મંત્રીએ જણાવ્યું કે અમને જાણકારી મળી હતી કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો ફેલાવી રહ્યાં હતા કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે અને તેના પગલે કેટલીક જગ્યાએ કાળા બજારી પણ શરૂ કરવામાં આવી હતી.
29મી જાન્યુઆરી 2023 11 વાગ્યા પછી પેટ્રોલ – ડિઝલના પ્રતિ લીટરના ભાવ
પેટ્રોલ 249.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે
હાઈ સ્પીડ ડિઝલ 262.80 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે
કેરોસીન ઓઈલ 189.83 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ છે
ગત સપ્તાહ દરમિયાન પાકિસ્તાની રૂપિયાનું ડોલર સામે ધોવાણ થયું હતું અને હવે પેટ્રોલ પ્રોડક્ટની કિંમતમાં 11 ટકા સુધીનો વધારો થયો છે. જોકે પાકિસ્તાનના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી 29મી જાન્યુઆરી સુધીમાં પેટ્રોલના ભાવમાં કોઈ જ વધારો થયો ન હતો અને આ સમયગાળા દરમિયાન ડિઝલ અને કેરોસીનની કિંમતમાં ઘટાડો થયો હતો.

જાહેરાત પહેલા પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો
પાકિસ્તાનના નાણા મંત્રીની જાહેરાત પહેલા સોશિયલ મીડિયામાં એવી વાત ફેલાઈ હતી કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે અને પરિણામે મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ બહાર લાંબી લાઈનો લગાવી હતી.
Also Read
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી