GSTV
Home » News » શર્મિલા ટાગોર કરશે રાજકારણમાં પ્રવેશ, આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી બની શકે છે ઉમેદવાર

શર્મિલા ટાગોર કરશે રાજકારણમાં પ્રવેશ, આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી બની શકે છે ઉમેદવાર

Sharmila Tagore

જેમ જેમ લોકસભા ચૂંટણી 2019 નજીક આવી રહી છે તેમ તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરરોજ 2 મુખ્ય પાર્ટીઓ, ભાજપ-કોંગ્રેસના વિવિધ બેઠકો પરના ઉમેદવારો અંગેની ચર્ચાઓ ઉત્સુક્તા જગાવી રહી છે.

ઘણાં બૉલિવૂડ સિતારાઓ પણ લોકસભા 2019થી રાજકારણમાં પ્રવેશશે તેવી અટકળો તેજીમાં છે, ત્યારે હવે આ લિસ્ટમાં અન્ય એક જાણીતા સેલિબ્રિટીનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. જે છે શર્મિલા ટાગોર.

મોહમ્મદ મંસૂર અલી ખાન પટૌડીના પત્ની અને સૈફઅલી ખાનના માતા શર્મિલા ટાગોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રાજકીય અખાડામાં પ્રવેશશે તેવા સમાચારો હાલ મળી રહ્યા છે. શર્મિલા ટાગોરને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પાછળનો તર્ક એ અપાઈ રહ્યો છે કે તેઓ મુસ્લિમ સમુદાયની સાથે હિંદુઓના વોટ પણ મેળવી શકે છે.

ઉપરાંત, તેઓ પંજાબી સમુદાયના પણ ખાસ્સા મત ખેંચી શકે તેમ છે. તેની પાછળનું કારણ અપાઈ રહ્યું છે કે તેમના ફિલ્મ સ્ટાર દીકરા સૈફની પત્ની કરીના કપૂર ખાન પંજાબી સમાજની છે અને તેનો લાભ શર્મિલા ટાગોરને મળી શકે છે.

હાલ ચાલી રહેલી અટકળો પ્રમાણે, શર્મિલા ટાગોર ગુરૂગ્રામ બેઠક પરથી કોંગ્રેસની દાવેદારી કરી શકે છે.

Read Also

Related posts

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને છોડીને અન્ય સાથે ડાન્સ કર્યો, VIDEO વાયરલ

Riyaz Parmar

મધ્યપ્રદેશ કેડરનાં IPS ઓફિસર અચાનક લાઇમલાઇટમાં આવ્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો

Riyaz Parmar

આ IPS ઓફિસરે ‘બિગ બોસ’ માં ભાગ લેવાની ઓફર બીજી વખત ઠુકરાવી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!