GSTV
Trending Videos Viral Videos

સમુદ્રમાં તરી રહેલા વ્યક્તિની બિલકુલ પાસે આવી ગઈ શાર્ક, માણસની હાલતનો વીડિયો જોતાં તમે પણ ચોંકી જશો

વિચાર કરો કે તમે દરિયામાં સ્વિમિંગનો આનંદ ઉઠાવી રહ્યા છો અને તમારી સામે શાર્ક આવી જાય તો… તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? દેખીતી રીતે, તમે ખૂબ જ નર્વસ થઈ જશો. અને શક્ય તેટલા વહેલા બોટ સુધી પહોંચવાનો પ્રયાસ કરશો. આવી જ કંઈક ઘટનાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પાણીમાં સ્વિમીંગનો આનંદ માણી રહ્યો છે એ સમયે તેની ખૂબજ નજીકથી એક શાર્ક માછલી આવી જાય છે. આ જોઈને તે ખૂબ જ નર્વસ થઈ જાય છે. આ દરમિયાન તેની હાલત જોવા જેવી હતી. આ વિડિયો જોયા પછી દરેક વ્યક્તિ દરિયામાં તરતા પહેલા એક વાર ચોક્કસથી વિચારશે.

ગભરાટમાં વહેલી તકે બોટ સુધી પહોંચવાનો કર્યો પ્રયાસ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દરિયામાં બોટ પાસે સ્વિમિંગની મજા માણી રહ્યો છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે જેને જોતાં પાણીની અંદર પણ પરસેવો છૂટી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોટ પર બેઠેલા સાથીએ સમુદ્રમાં સ્વિમિંગ કરી રહેલા વ્યક્તિ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તેની નજીકમાં જ એક શાર્ક સ્વિમિંગ કરી રહી છે. પછી તો કહેવું જ શું. જોતજોતામાં શાર્ક તે વ્યક્તિની ખૂબ જ નજીક આવી જાય છે. આ પછી વ્યક્તિની હાલત જોવા જેવી થાય છે. ગભરાટમાં, તે શક્ય તેટલી વહેલી તકે બોટ સુધી પહોંચવાના પ્રયાસમાં ઝડપથી હાથ પગ હલાવવા લાગે છે.

શાર્કને જોઈને વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ

આ વીડિયોને oceanlife.4u નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘શું તમારી પણ આ જ પ્રતિક્રિયા હશે?’ 3 દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘જો હું તે સમયે ત્યાં હોત તો કદાચ હું રડવા લાગ્યો હોત.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આ સ્થિતિમાં હું ચોક્કસપણે ગભરાઈ જઉં. જોકે, કેટલાક લોકોને આ વીડિયો ફની પણ લાગ્યો. લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV