GSTV
Crime India News Trending

આસામને ભારતથી કાપવાની કાવતરુ ઘડનાર શારજીલ પર ‘દેશદ્રોહ’, કોર્ટના આદેશનો કરવો પડશે સામનો

દિલ્હીની એક અદાલતે મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શારજીલ ઇમામ વિરુદ્ધ ડિસેમ્બર 2019માં દિલ્હીના જામિયા વિસ્તારમાં અને જાન્યુઆરી 2020 માં યુપીમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) વિરુદ્ધ નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરોધી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા કરાયેલા કથિત ઉશ્કેરણીજનક ભાષણો માટે તેમના પર રાજદ્રોહ અને અન્ય આરોપો લાદવામાં આવ્યા છે. જોકે, શારજીલ ઈમામે કહ્યું છે કે તે નિર્દોષ જણાવી કેસનો સામનો કરશે.

એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે શારજીલ ઇમામ સામે રાજદ્રોહની કલમ 124A તેમજ IPCમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ની 153A, 153B, 505 અને 13 હેઠળ આરોપો લાદયા હતા. કોર્ટે 24 જાન્યુઆરી, 2022ના રોજ આરોપ નક્કી આદેશ આપ્યો હતો. કોર્ટે શારજીલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી માટે 26 માર્ચ 2022ની તારીખ નક્કી કરી છે. જણાવી દઈએ કે ડિસેમ્બર 2019ના શાહીન બાગ પ્રદર્શનના આયોજકોમાંથી એક શારજીલ ઈમામની દિલ્હી પોલીસે 2020માં બિહારના જહાનાબાદથી ધરપકડ કરી હતી.

શું હતું શારજીલ ઈમામનું નિવેદન?

જો કે શારજીલ ઈમામનું ભાષણ ઘણું લાંબુ છે, પરંતુ અમે અહીં તે ભાગ વાચકો સમક્ષ મૂકી રહ્યા છીએ, જેમાં ઉશ્કેરણીજનક અને દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડનારી બાબતો કહેવામાં આવી છે. CAA વિરોધી કાર્યક્રમમાં શારજીલે કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, બિનમુસ્લિમને કહી દઇએ કે, જો તે આપણા હમદર્દ છે તો, આપણી શર્તો પર ઉભા રહે. જો તેઓ આપણી શર્તો પર ઉભા નથી રહી શકતા તો તે આપણા હમદર્દ નથી. જો 5 લાખ લોકો આપણી પાસે સંગઠિત થાય તો આપણે ઉત્તર-દક્ષિણના ભારતને હંમેશા માટે દૂર કરી શકીએ છીએ. હંમેશા માટે નહિ તો ઓછામાં ઓછુ એકાદ મહિના માટે આસામને હિંદુસ્તાલથી કાપી શકીએ છીએ. એટલા અવરોધો મુકી દો રોટ અને પાટાઓ ઉપર કે તેમને હટાવવામાં જ એક મહિનોલાગી જાય. જાવુ હોય તો એરફોર્સથી જાય’ આ વિડીયો તમે You Tube પર પણ જોઈ શકો છો.

READ ALSO

Related posts

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed
GSTV