જો ભૂલથી પણ શેર કરી આ ક્લિપ, તો 7 વર્ષ માટે ખાવી પડશે જેલની હવા અને જામીન પણ નહી મળે

વૉટ્સએપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે ભારત સરકારે એક નવા કાયદાનો પ્રસ્તાવ મુક્યો છે. વૉટ્સએપ ગ્રુપમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઝડપથી શેર કરવામાં આવી રહી છે અને આ સમસ્યા ગંભીર છે. રિપોર્ટ અનુસાર સરકારે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઑફેન્સ એક્ટમાં કેટલાંક સુધારા કરવાની તૈયારકી કરી છે.

આ સુધારાઓમાં એક જોગવાઇ પણ છે કે જો કોઇ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લિપ્સ સેન્ડ કરે તો તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે અને તેના માટે કોઇ જામીન નથી મળતાં. આ ઉપરાંત દંડ પણ આપવો પડશે.

પ્રસ્તાવિત કાયદા અંતર્ગત તમામ યુઝર્સ માટે તે જરૂરી હશે કે જો તેમની પાસે કોઇ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લિપ આવે તો તે ઓથોરિટીને રિપોર્ટ કરે. જો યુઝર તેમ નહી કરે તો તેના માટે તેણે ભારે દંડ ચુકવવો પડશે.

એક હેવાલ અનુસાર એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર હાલ કાયદા મંત્રાલય અને મહિતા તથા બાળ વિકાસ મંત્રાલયની મંજૂરી માટ રાહ જોઇ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં બંને મંત્રાલય તરફથી મંજૂરી મળતાં જ તે કેબિનેટ પાસે આવશે.

રિપોર્ટ અનુસાર આ સુધારામાં કહેવામાં આવ્યું થે કે કોઇપણ વૉટ્સએપ પર શેર કરવા માટે પોર્નોગ્રાફી પોતાના ડિવાઇસમાં સ્ટોર કરે, ખાસ કરીને કમર્શિયલ યુઝ માટે તો તેને 3 વર્ષની સજા થઇ શકે છે. જો કે આ સુધારામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રિસિવ કરનાર યુઝરની સજા વિશે જણાવામાં નથી આવ્યું. પરંતુ તેમણે રિપોર્ટ કરવુ જરૂરી છે અને તેમણે આ ક્લિપ ડીલીટ કરવી પડશે.

જણાવી દઇએ કે ભારતમાં સૌથી વધુ વૉટ્સએપ યુઝર્સ છે અને હાલ ફેક ન્યૂઝ ઝડપથી ફેલાઇ રહી છે. તેને રોકવાની કવાયત પણ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કંપની કે સરકાર એવા કોઇ નિર્ણય પર નથી પહોંચી. વૉટ્સએપે પહેલીવાર ભારતમાં વૉટ્સએપ હેડની નિયક્તિ પણ કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter