GSTV
Home » News » શરીફ, મરિયમ અબુધાબીથી રવાના, આદિયાલા જેલમાં મોકલવામાં આવશે

શરીફ, મરિયમ અબુધાબીથી રવાના, આદિયાલા જેલમાં મોકલવામાં આવશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ નવાઝ શુક્રવારે સાંજ સુધીમાં લાહોર પહોંચશે. હાલ તેઓ લંડનથી અબુધાબી રોકાણ કરીને પાકિસ્તાન જવા માટે રવાના થયા છે. અબુધાબીમાં નવાઝ અને તેમના પુત્રી મરિયમની તસવીર સામે આવી છે. મરિયમ અને નવાઝને અબુધાબી એરપોર્ટ પરથી એરેસ્ટ કરી લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી.

અબુધાબીથી બંનેને પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબિલિટી બોર્ડના આધિકારી પણ વિમાનમાં લાહોર એરપોર્ટ પર પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. હાલ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમને લાહોર લઈ જવામાં આવશે કે ઈસ્લામાબાદ ખાતે લઈ જવાશે. જો કે કહેવામાં આવે છે કે નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમને રાવલપિંડીની આદિયાલા જેલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

આના માટે આધિયાલા જેલમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવાયું છે. સૂત્રો મુજબ બંનેને સુરક્ષા કારણોને લીધે આધિયાલા જેલમાં માત્ર એક દિવસ રાખવામાં આવશે અને બાદમાં બંનેને એટોક જેલમાં ખસેડવામાં આવશે. નવાઝ શરીફ અને મરિયમ લાહોર એરપોર્ટ પર ઈતિહાદની ઈવાય-243 ફ્લાઈટથી પોહંચી રહ્યા છે.

Related posts

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!