GSTV

શેરબજાર નવા રેકોર્ડ તરફ: સેન્સેક્સ ઇન્ટ્રાડે ગણતરીના દિવસોમાં પાર કરશે 50 હજારની સપાટી, રોકાણકારો માલામાલ

એકધારી તેજીની ચાલ ચાલ્યા બાદ ભારતીય શેરબજારમાં આજે તેજીની ચાલ પર બ્રેક વાગી હતી. જો કે આમ છતાંય આજે ઈન્ટ્રાડે બેઉ આગેવાન ઈન્ડેક્સ નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. તાજેતરમાં શરૂ થયેલ કોર્પોરેટ પરિણામોની સીઝનનો પ્રારંભ અપેક્ષાથી સારા પ્રમાણમાં થતા તેમજ વેક્સિન અંગેની પ્રગતિના અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોએ નવી લેવાલી ચાલુ રાખી હતી. બીજી તરફ ફંડો તેમજ મોટા ખેલાડીઓ દ્વારા ઉંચા મથાળે નફારૂપી વેચવાલી હાથ ધરવામાં આવી હતી. આમ, આજના સત્રમાં બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ ઊંચા મથાળે થયા બાદ નવી લેવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૪૯૭૯૫.૧૯ની નવી ઓલટાઈમ હાઈને સ્પર્શી ગયો હતો. આમ, સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટીથી માત્ર ૨૦૦ પોઈન્ટ દૂર રહ્યો છે. જો કે, પાછળથી વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સ ઝડપથી પાછો ફર્યો હતો અને કામકાજના અંતે ૨૪.૭૯ પોઈન્ટ ઘટી ૪૯૪૯૨.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઈ ખાતે પણ નવી લેવાલીએ નિફ્ટી ઈન્ટ્રાડે વધીને ૧૪૬૫૩.૩૫ની નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી પાછો ફર્યો હતો. જો કે, કામકાજના અંતે તે માત્ર ૧.૪૦ પોઈન્ટ વધીને ૧૪૫૬૪.૮૫ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે વધુ રૂ. ૧૮૭૯ કરોડની ખરીદી કરી હતી.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!