શેર માર્કેટમાં 100 પોઈન્ટની તેજી, 8 ટકા સુધી ગગડ્યા હવાઈ કંપનીઓના શેર

stock market india

શેર બજારમાં બુધવારે તેજીનો માહોલ યથાવત જોવા મળ્યો. જોકે, હવાઈ કંપનીઓના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. બોઈંગની વધેલી મુશ્કેલીઓનો અમેરીકન માર્કેટ પર અસર જોવા મળ્યો છે, આવતીકાલના વેપારમાં ડાઓ નજીક 100 પોઈન્ટ ટૂટીને બંધ થયો છે. તો રૂપિયામાં નબળાઈ બાદ સંભળતો જોવા મળ્યો.

સેન્સેક્સ 105 પોઈન્ટની મજબૂતીની સાથે 37,640ના સ્તરે અને નિફ્ટી 14.10 પોઈન્ટના વધારા સાથે 11,315ની આસપાસ વેપાર કરી રહ્યો છે. શેર માર્કેટમાં એચડીએફસી બેંક, એચસીએલ ટેક, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, હીરોમોટકૉર્પ, રીલાયન્સ જેવા શેરોમાં સારી ખરીદી જોવા મળી, જ્યારે સનફાર્મા, ટીસીએસ, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એટીપીસી, એનજીસી, ટાટા સ્ટીલ, સ્પાઈસજેટ અને જેટ એરવેઝના શેરોમાં ઘટાડો નોંધાયો છે.

નિફ્ટીની પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 0.62 ટકા અને પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.12 ટકા આગળ દેખાઈ રહી છે. જેને પગલે બેંક નિફ્ટી 0.73 ટકાના વધારા સાથે 28,651.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ડૉલરની સરખામણીએ રૂપિયો આજે 4 પૈસા ઘટીને 69.74ના સ્તર પર ખુલ્યો છે. પરંતુ કમજોરી ખુલ્યા બાદ રૂપિયામાં ફરીથી મજબૂતી જોવા મળી રહી છે. જોકે, હાલમાં રૂપિયો 69.65ના સ્તરે દેખાઈ રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter