GSTV

5 જ મીનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ધોવાયા, આ છે 4 કારણો

Last Updated on October 11, 2018 by

ગુરૂવારે સવારે શેરબજારમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે સુનામી લઈને આવી છે. સવારે જેવુ માર્કેટ ખુલ્યું, તેની પાંચ મિનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધારે રૂપિયા ડૂબી ગયા. તો 1500 કંપનીઓના શેર લાલ નિશાનની સાથે વેપાર કરતા દેખાયાં.

134.38 લાખ કરોડનો ઝાટકો

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) પર તૈયાર ડેટા મુજબ તેના પર લિસ્ટેડ બધી કંપનીઓના શેરોને 134.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યું. એશિયન બજારમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો.

ગગડ્યું આ એશિયન બજાર

સૌથી વધારે અસર તાઈવાનના માર્કેટ પર જોવા મળી. તો બીજા સ્થાને જાપાનની નિક્કઈ, ત્રીજા સ્થાન પર કોરિયા કોસ્પી અને શંઘાઈ રહ્યાં. શંઘાઈ શેર બજાર 2014 બાદ સૌથી નિચલા સ્તર પર વેપાર કરતા દેખાયા. ચીનનું શેર બજાર ત્રણ ટકાના ઘટાડા પર વેપાર કરતા જોવામાં આવ્યું.

75ની નજીક પહોંચ્યો રૂપિયો

ભારતીય રૂપિયો પણ ડૉલરની સરખામણીએ 74.50 પર વેપાર કરતો જોવા મળ્યો. ડૉલરને બેંક અને નિકાસકારો દ્વારા લિવાલી કરવાથી આ સતત નબળું થઈ રહ્યું છે.

8 મહિનાના નીચલા સ્તર પર

અમેરિકન શેર બજાર છેલ્લા 8 મહિનાના નીચલા સ્તર પર જતુ રહ્યું છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 3.29 ટકા ગગડ્યો. તો એપલના શેરોમાં 4.6 ટકાનો ઘટાડો બુધવારે જોવા મળ્યો. નેસ્ડેક 4.08 ટકા અને ડાઓ જોન્સ 2.2 ટકાના ઘટાડા સાથે બંધ થયો.

Related posts

સરકાર આવી સાણસામાં: મેડિકલ કોલેજોમાં OBC અને ગરીબ વર્ગ માટે જલ્દીથી અનામતનો મુદ્દો ઉકેલાશે, મંત્રાલયને મોદીએ આપ્યા આદેશ

Pravin Makwana

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

દાદાગીરી/ લદ્દાખના પેંગોંગ લેકને અડીને જ સેનાને રાખી છે તૈનાત : ડેમચૌકમાં પણ નથી હટાવી રહ્યું તંબુ, મોદી સરકારની મસમોટી વાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!