GSTV
Finance Trending

શેર માર્કેટમાં તેજી / સેન્સેક્સ-નિફ્ટીમાં ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાને બંધ, બેન્કિંગ શેરોમાં ઉછાળો

ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે આજે સતત ત્રીજી વાર રેપો રેટમાં વધારો કર્યો છે. 0.50 બેસિસ પોઈન્ટનો વધારો કરતા રેપો રેટ 5.40 પર પહોંચી ગયો છે. આરબીઆઈએ રેપોરેટમાં વધારો કરવા છતાં પણ બજારમાં વેચવાલી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ દિવસે ઉતાર-ચઢાવ બાદ સામાન્ય લીલા નિશાને બજાર બંધ થયું હતું.

શેરબજારના અંતિમ દિવસે સેન્સેક્સમાં 89 અંક વધીને 58,387 જ્યારે નિફ્ટી 15.50 પોઈન્ટના તેજી સાથે 17,397 અંક સાથે બંધ થઈ હતી. બજારમાં ફાર્મા, ઓટો, મેટલ્સ, એનર્જી ઓયલ એન્ડ ગેસના શેરોમાં ગિરાવટ જ્યારે બેકિંગ, આઈટી સેકટરમાં ખરીદદારી જોવા મળી હતી સેન્સેક્સમાં 30 શેરો પૈકી 16 શેરો લીલા નિશાને બંધ થયા હતા.

વધતો સ્ટોક
માર્કેટમાં આજે અલ્ટ્રાટેક સિમેન્ટ 2.86 ટકા, ICICI બેન્ક 2.26 ટકા, ભારતી એરટેલ 1.30 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, ઇન્ફોસિસ 1.06 ટકા, વિપ્રો 1.02 ટકા, એક્સિસ બેન્ક 0.87 ટકા, NT1PC 0.87 ટકા, એચ. 0.45 ટકા, ITC 0.42 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

ઘટી રહેલા શેરો
ઘટતા શેરો પર નજર કરીએ તો, મહિન્દ્રા 2.06 ટકા, મારુતિ સુઝુકી 1.50 ટકા, રિલાયન્સ 1.46 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.06 ટકા, બજાજ ફિનસર્વ 0.59 ટકા, SBI 0.42 ટકા, HDFC 0.35 ટકા ઘટ્યા હતા.

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV