GSTV
Gujarat Government Advertisement

RILના એક નવા પગલાથી રોકાણકારોને લાગી લોટ્રી, શેરમાં એક ટકાથી વધારાનો થયો વધારો

Last Updated on November 13, 2020 by Mansi Patel

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની દિગ્ગજ કારોબારી બિલ ગેટ્સની ક્લિન એનર્જીના સાહસ બ્રેકથ્રુ એનર્જી વેંચર્સમાં 5 કરોડ ડોલર આશરે 375 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સમાચારના કારણે રિલાયન્સના શેરમાં ફરી એક વખત રોનક આવી હતી. શુક્રવારે શરૂઆતી કારોબારમાં રિલાયન્સના શેર આશરે એક ટકાની વધારા સાથે 2 હજાર રૂપિયાના ભાવ પર હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ પગલાથી કંપનીના મોભી મુકેશ અંબાણી બિલ ગેટ્સ, જેફ બેજોસ, માઈકલ બ્લુમબર્ગ, જૈક મા, માસાયોશી સોન જેવી દિગ્ગજ રોકાણકારોએ લાઈન લગાવી છે.

શેર બજારનો હાલ

વિતેલા કેટલાક દિવસથી ભારતીય શેર બજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે શેર બજારે ઓલટાઈમ હાઈ લેવલને પણ ટચ કર્યું છે. પરંતુ હવે બજારમાં રોકાણકારોએ નફા વસુલી પર ભાર મુક્યો છે. આ જ કારણે શરૂઆતના કારોબારમાં સેંસેક્સ આશરે 300 અંકના ઘટાડાની સાથે 43100 અંકથી નીચે આવી ગયો હતો. નીફ્ટીમાં ભારે ઘટાડાનો તબક્કો યથાવત છે. તે 12600 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.

ગુરૂવારે તેજી પર લાગી બ્રેક

ગુરૂવારે શેર બજારમાં સતત આઠ દિવસની તેજી પર બ્રેક લાગી ગઈ હતી.બીએસઈના 30 શેર વાળા સંવેદી સુચકાંક કારોબાર દરમયાન એકે 466.12 અંક પડી ગયું હતું. જો કે બાદમાં તેને વાપસી કરી અને અંતે 236.48 અંક એટલે કે 0.54 ટકા નીચે ગગડીને 43357.19ના આંક પર બંધ થયો. એનએસઈ નિફ્ટી પણ આ જ પ્રકારે 58.35 અંક એટલે તે 0.46 ટકાના ઘટાડા સાથે 12690.80ના આંક પર બંધ થયું હતું.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel

શું નજારો છે.. સિંગરવા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી સાહેબ ACમાં ફરમાવતા હતા આરામ, ગ્રામજનોનો ગંભીર આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!