GSTV

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

ગત 1 ફેબ્રુઆરએ રજૂ થયેલા સામાન્ય બજેટ બાદ ભારતીય શેર બજારમાં 10 વર્ષનો સૌથો મોટો સપાટો બોલાવી દીધો હતો. જો કે, ત્યાર બાદ શેર બજારમા રિકવરી પણ આવી હતી, પણ વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, ફરી એક વાર ધબડાટી જોવા મળી છે. જેના કારણે રોકાણકારોના 5.51 લાખ કરોડનું નુકસાન થયું છે.

5 દિવસમાં 5.51 લાખ કરોડનું નુકસાન

હકીકતમાં જોઈએ તો, 19 ફેબ્રુઆરીએ બીએસ ઈંડેક્સ પર માર્કેટ કૈપમાં 1,58,71,065.31 કરોડ રૂપિયા હતું. તેના એક અઠવાડીયા બાદ 26 ફેબ્રુઆરીએ તેનો માર્કેટ કૈપ ડૂબીને સીધો 1,53,19,487.08 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. આમ આવી રીતે રોકાણકારોના ફક્ત પાંચ દિવસમાં જ 5.51 લાખ કરોડ રૂપિયાનું નકસાન થયું હતું.

શું કારણ છે આ નુકસાન પાછળનું

હકીકતમાં જોઈએ તો, બજારમાં આવેલી પછડાટ પાછળ સૌથી મોટુ કારણ કોરોના વાયરસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક સ્તરે વેચાણ અને તેને લઈ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. મૂડીઝ તરફથી પણ કોરોના વાયરસને લઈ મંદીની આશંકા જાહેર કરી છે.

જીડીપીના આંકડામાં પણ સુસ્તી

કોરોના વાયરસ ઉપરાંત જીડીપીના ગ્રોથ આંકડામાં આવેલી સુસ્તીના કારણ બજાર પર તેની અસર વર્તાઈ રહી છે. જોવા જઈએ તો, ઓક્ટોબર-નવેમ્બરમાં આવેલી ગ્રોથમાં કમજોરીના કારણે આ આશંકા વર્તાઈ રહી છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!