GSTV
Gujarat Government Advertisement

શેર માર્કેટમાં ધબડકો/ 604 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટી પણ 14500ની નીચે પહોંચી, કોરોનાનો ડર કારણ

Last Updated on May 3, 2021 by Damini Patel

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે, સોમવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 604.58 પોઈન્ટ (1.24 ટકા)ના ભારે ઘટાડા સાથે 48,177.78ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 171.90 પોઈન્ટ એટલે કે, 1.17 ટકાના ઘટાડા સાથે 14,459.20ના સ્તરે ખુલી હતી. સોમવારે 641 શેરમાં તેજી નોંધાઈ હતી, 826 શેરમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે 82 શેરમાં કોઈ ફેરફાર નહોતો થયો.

વૈશ્વિક માર્કેટમાં પણ ઘટાડો

શુક્રવારે તમામ અમેરિકી માર્કેટ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ 0.54 ટકાના ઘટાડા સાથે 185.51 પોઈન્ટ નીચે 33,874.90 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.85 ટકાના ઘટાડા સાથે 119.86 પોઈન્ટ નીચે 13,962.70 પર બંધ થયો હતો. ફ્રાંસ અને જર્મનીના માર્કેટ પણ ઘટાડા સાથે બંધ થયા હતા. એશિયન માર્કેટની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 241 પોઈન્ટ નીચે 28,812 પર વેપાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કંપોજિટ ઈન્ડેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે 3,446 પર આવી ગયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 450 પોઈન્ટ નીચે 28,225 પર વેપાર કરી રહ્યો છે.

શુક્રવારે લાલ નિશાન પર બંધ થયું હતું માર્કેટ

નિફ્ટી

શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 983.58 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. દેશમાં દિવસેને દિવસે વધી રહેલી કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા અને એશિયન માર્કેટમાં ઘટાડાની અસર ઘરેલુ બજાર પર પડી હતી. સૂચકઆંક 1.98 ટકાની ગુલાંટ મારીને 48,782.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી 263.80 પોઈન્ટ એટલે કે 1.77 ટકા તૂટીને 14,631.10 પોઈન્ટ પર બંધ થઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!