GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

JIOના ગ્રાહકો માટે આજે આવ્યા એક ખરાબ સમાચાર: કોલ નહીં રહે ફ્રી, ચૂકવવો પડશે ચાર્જ

ત્રણ વર્ષ પૂર્વે ભારતીય ટેલિકોમ જગતમાં ભારે દબદબાભેર એન્ટ્રી કરનાર મુકેશ અંબાણીના નેજા હેઠળની કંપની જિયો ઈન્ફોકોમના વપરાશકારો માટે આજે એક ખરાબ સમાચાર આવ્યા છે. જિયો હવે તેના ગ્રાહકો પાસેથી ટર્મિનેશન ચાર્જ વસૂલશે. એટલેકે હવે જિયો નંબરથી અન્ય નંબર પર કોલ કરવા પર કંપની તમારી પાસેથી ચાર્જ વસૂલશે.

જિયોએ IUC પ્રકરણને મુદ્દે અંગે ટર્મિનેશન ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. TRAIએ 2017માં ઈન્ટરકનેકટ યુસેઝ ચાર્જિસ(IUC) પ્રતિ મિનિટ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ મુકેલ પ્રસ્તાવમાં જાન્યુઆરી, 2020થી આ ચાર્જિસ નાબૂદ કરવાના હતા પરંતુ, હવે ટ્રાઈએ આ અંગે ફેરવિચારણા કરવાનું જણાવ્યું છે તેથી IUC પોલિસી બદલાતા કંપની ગ્રાહકો દ્વારા કરવામાં આવતા કોલ પર ચાર્જ વસૂલશે. કેટલો ચાર્જ ચૂકવવો પડશે ? જિયોથી અન્ય નેટવર્ક પર કોલ કરવા બદલ હવે ગ્રાહકોએ પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે.

આઈયુસી શું છે

જ્યારે એક ટેલિકોમ ઓપરેટરના ગ્રાહકો બીજા ઓપરેટરના ગ્રાહકોને આઉટગોઇંગ મોબાઇલ કોલ્સ કરે છે, ત્યારે આઇયુસીએ કોલિંગ ઓપરેટરને ચુકવવું પડે છે. બે જુદા જુદા નેટવર્ક વચ્ચેના આ કોલ્સને મોબાઇલ -ફ-નેટ ક asલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આઈ.યુ.સી. ચાર્જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે અને હાલમાં તે પ્રતિ મિનિટ 6 પૈસા છે.

જોકે સામે પક્ષે જિયોથી જિયો કે અન્ય કોઈ લેન્ડલાઈન પર કોલ કરવા બદલ કોઈ પણ ચાર્જ જિયો નહિ વસૂલે. IUC ચાર્જિસનો પણ તોડ રિલાયન્સ જિયો ઈન્ફોકોમે કાઢી લીધો છે. કંપનીએ કહ્યું કે આ ચાર્જિસનો ભાર યુઝર્સ પર ન પડે તે માટે 6 પૈસાના કોલ ચાર્જિસની સામે ગ્રાહકોને મોબાઈલ ડેટા આપવામાં આવશે. 2016થી અત્યાર સુધીમાં IUC ચાર્જ પેટે જિયોએ અન્ય પ્રતિદ્ધંધીને અંદજિત 13,500 કરોડ ચૂકવ્યા છે,જે ચાર્જિસ ગ્રાહકો પાસેથી વસૂલવાનો હતો પરંતુ, કોલિંગ સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવે છે.

READ ALSO

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!