GSTV
Business ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચેનાં તણાવથી શેરબજારમાં રોકાણકારોનાં 3 લાખ કરોડ ડૂબ્યા, 229 કંપનીઓ લોઅર સર્કિટ પર

સોમવારે શેરબજારમાં આવેલી તબાહીને કારણે રોકાણકારોને ત્રણ કલાકમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ લગભગ 787 પોઇન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટીએ 12 હજારના મહત્વના સ્તરને તોડી નાખી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી બજારનો મૂડ બગડ્યો છે.229 કંપનીઓના શેર નીચલા સર્કિટ સ્તરને સ્પર્શ્યા હતા. દર પાંચમાંથી ચાર શેરો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

બજારમાં જોવા મળી વેચવાલી

પશ્ચિમ એશિયાના સંકટની અસરથી સોમવારે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. તેની સાથે જ ડોલરની સામે રૂપિયો 72ની નીચે સરકી ગયો છે. બીએસઈનાં લગભગ બધાજ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. દરેક સેક્ટરમાં બે ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો હતો. તો બીએસઈ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અઢી ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

આ કારણે બોલાયો કડાકો

અમેરિકન સેના દ્વારા ઈરાનના બાહુબલી જનરલ કાસિમ સુલેમાનીને માર્યા બાદ ઈરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધી ગયો છે. તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓનાં શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાને કારણે ભારતીય શેરબજારની સાથે સાથે અન્ય માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ તેલની ખપત માટે ભારતની આયાત પર નિર્ભરતા સૌથી વધારે છે. એટલે દેશની અર્થવ્યવસ્થા અને બજાર પર ક્રૂડની મોંઘવારીનો ઝટકો લાગ્યો છે.

રોકાણકારોનાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબ્યા

ભારતીય શેરબજારમાં છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો છે. જેને પગલે રોકાણકારોનાં 3.36 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. બીએસઈ પર બે દિવસના ઘટાડાની વચ્ચે બજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 3,36,559.82 કરોડ રૂપિયાથી ઘટી 1,53,90,312.60 કરોડ થયું છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ

Hardik Hingu

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

VNSGUની ચૂંટણી બની લોહિયાણ / વિદ્યાના ધામમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, ABVP અને આપની વિદ્યાર્થી પાંખ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Zainul Ansari
GSTV