વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (FPI) એ જાન્યુઆરીના પહેલાં પખવાડિયામાં એટલે કે માત્ર 15 દિવસમાં ભારતીય બજારોમાં 14,866 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારતીય બજારો પ્રત્યે FPIનું આકર્ષણ વધ્યું છે કારણ કે કંપનીઓ ત્રીજા ક્વાર્ટરના પરિણામો સારા આપે તેવી અપેક્ષા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIએ 1 થી 15 જાન્યુઆરી દરમિયાન શેરોમાં રૂ. 18,490 કરોડનું મુડી રોકાણ કર્યુ.
તો વળી, તેમણે ડેબ્ટ અથવા બોન્ડ માર્કેટમાંથી 3,624 કરોડ રૂપિયા ખેંચ્યા છે. તેમનું ચોખ્ખું રોકાણ 14,866 કરોડ રૂપિયા રહ્યું છે. શેર બજારનાં નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે ત્રીજા ક્વાર્ટરનાં સારા પરિણામો આવવાની અપેક્ષાને લીધે ઉભરતાં બજારો માટે FPIનું વલણ સકારાત્મક રહ્યું છે.
આ ઉપરાંત દેશમાં કોવિડ -19 સંક્રમણનાં કેસોમાં આવેલો ઘટાડાંએ પણ FPI ભારતીય માર્કેટમાં રોકાણ કરવા માટે આકર્ષાયા છે. એક માર્કેટ નિષ્ણાતે જણાવ્યું કે અગાઉ રોકાણકારો પસંદગીના મોટા શેરોમાં રોકાણ કરતા હતા, પરંતુ તેનું વેલ્યુએશન વધાર્યા બાદ હવે તેઓ નાની કંપનીઓનાં શેરોમાં રોકાણ કરી રહ્યા છે.
READ ALSO
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી : અશ્વિને 400 વિકેટ ઝડપી, 150 રન પણ ચેઝ કરવા ભારે પડશે
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન
- ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં