GSTV
Gujarat Government Advertisement

બજેટ પહેલા સેંસેક્સમાં રોનક, 400 અંકના ઉછાળા સાથે ખુલ્યુ શેર બજાર

શેર

Last Updated on February 1, 2021 by Bansari

દેશનું સામાન્ય બજેટ 2021-22 રજૂ થતા પહેલા સોમવારે શેર બજારમાં રોનક રહી. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ આશરે 400 અંકના વધારા સાથે 46,617.95 અંક પર ખુલ્યુ. જ્યારે નેશનલ સ્ટોક એ્સચેંજની નિફ્ટી 13,758.60 અંક પર રહી. ગત કારોબારી સત્રમાં સેંસેક્સ 46,285.77 અંક અને નિફ્ટી 13,634.60 અંક પર બંધ થયા હતાં.

શેર

શેર બજારમાં તેજી

સવારના કારોબારમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી. બજેટમાં આત્મનિર્ભર ભારત, કોરોના કાળમાં અર્થવ્યવસ્થામાં ગતિ આપવાના ઉપાય જેવી આશાઓના પગલે રોકાણકારોમાં ખરીદીની ધારણા રહી. આ દરમિયાન સેંસેક્સે 46,777.56 અંકના ઉચ્ચતમ અને નિફ્ટીએ 13,773.80 અંકના ઉચ્ચ સ્તરને પાર કર્યુ.

નિફ્ટી

કંપનીઓના શેરમાં તેજી

સેંસેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી 19માં ઉછાળો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીમાં પણ સ્થિતિ સમાન જ રહી. અહીં 50માંથી 35 કંપનીઓના શેરમાં તેજી રહી.

શેર

ઇંડસઇંડ બેંક સૌથી વધુ લાભમાં

સેંસેક્સમાં સામેલ ઇંડસઇંડ બેન્કના શેર સૌથી વધુ લાભમાં રહ્યા. તે 7.32 ટકા સુધી વધ્યો. આ જ રીતે નિફ્ટી પર પણ બેન્કના શેર 6.77 ટકાના લાભમાં રહ્યો. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લાભમાં રહ્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાણીમાં કરજો વધાર: ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, સામાન્ય જનતા માથે પડતા પર પાટુ

Pravin Makwana

રોગચાળા દરમિયાન Zomato સૌથી વિશ્વસનિય બ્રાન્ડ, સાયબર મીડિયાનો સર્વે

Bansari

Gold-Silver Price/ 9300 રૂપિયા સસ્તું થયું સોનુ, જાણો બજારમાં શું છે સોના ચાંદીના તાજા ભાવ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!