આજે શેરબજાર માટે સારી શરૂઆત થઇ છે, સતત બીજા દિવસે શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ 180.53 પોઈન્ટ વધીને 61122.2 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 65.40 પોઈન્ટ વધીને 18183.95 પર ખુલ્યો હતો. જયારે બેંક નિફ્ટી 173.20 પોઈન્ટ વધીને 42994.45 પર ખુલ્યો હતો.

યુ.એસમાં છટણીના લીધે નોંધાયો વધારો:
ગઈકાલે યુએસ બજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ટેસ્લા, નેટફ્લિકસ, મેટા અને એપલમાં 2-6% સુધીનો વધારોનોંધાયો હતો. આ ઉછાળા પાછળ છટણીનુ કારણ જવાબદાર છે. આ ઉપરાંત યુરોપિયન બજારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ યુએસ બજારની તો હાલ ફુગાવાને કારણે ત્યાં છટણીનો માહોલ ઉભો થયો છે. તાજેતરમાં જ સ્પોટીફાઈએ લગભગ 600 જેટલા કર્મચારીઓની છટણી જાહેરાત કરી છે તો બીજી બાજુ ગૂગલમાં પણ 1.50 લાખ કર્મચારીઓને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
નિફ્ટીમાં દેખાઈ મંદી:
નિફ્ટીમાં ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, ICICI બેંક , L&T અને ઈન્ફોસીસ શેરમાં તેજી જોવા મળી હતી જયારે એક્સિસ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને HULના શેરોમાં મંદી દેખાઈ હતી.
એશિયન માર્કેટમાં તેજીનો માહોલ:
વૈશ્વિક બજારોમાંથી ભારતને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે તો બીજી તરફ એશિયન બજારોમાં જાપાન, ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને સિંગાપોરના શેરબજાર બંધ છે ત્યારે એશિયન બજારોમાં મિક્સ કરોબાર નોંધાયો છે. વોલ સ્ટ્રીટમાં તેજી બાદ આજે એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે ખાસ કરીને રોકાણકારોની નજર Axis બેંક, પૂનાવાલા ફીનકોર્પ, દિલીપ બિલ્ડકોન, અંબર એન્ટરપ્રાઈઝ, કોન્કોર, ગ્લાન્ડ ફાર્મા અને નાયકા પર રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો