GSTV

શેરબજારમાં હાહાકાર: કોરોનાના ફફડાટમાં સેન્સેકસમાં 1115 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના 3.95 લાખ કરોડ ધોવાયા

શેર

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા કોરોના મહામારી બાદ આર્થિક રિકવરી માટે વધુ સપોર્ટની જરૂર પડવાના નિવેદનની બીજી તરફ વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો થવાની સાથે પુન: લૉકડાઉનના અમલની ગણાતી ઘડીઓના પગલે વૈશ્વિક બજારમાં ધબડકો બોલ્યાના અહેવાલોની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી.

આ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે ચોમેરથી આવેલ ભારે ગભરાટભરી વેચવાલીના પગલે સેન્સેકસમાં 1115 પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી જવા પામ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકા, યુરોપીયન દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થતા આર્થિક ગતિવિધિઓ પુન: રૂંધાવાની દહેશત ઉદભવી હતી. બીજી તરફ યુરોપના દેશોમાં તો સંક્રમણને ખાળવા ફરીથી લૉકડાઉનનો અમલ કરવા વિચારણા થઇ રહી છે.

બેંકોની હાલત વધુ ખરાબ થવાના એંધાણ

ચીન

આ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ગાબડા નોંધાયા હતા. કોરોનાનો નવો વેવ ભારતમાં પણ પ્રબળ રીતે આગળ વધી રહ્યો છે. જેથી ચિંતાનો માહોલ ઊદભવ્યો છે. આ ઉપરાંત મહામારીના પગલે બેંકોની હાલત વધુ ખરાબ થવાના એંધાણ સહિત આર્થિક વૃદ્ધિની ચિંતાઓ પ્રબળ બનતા બજારનું માનસ ઝડપથી ખરડાયું હતું.

આ અહેવાલો પાછળ આજે કામકાજનો પ્રારંભ ગાબડા સાથે થયા બાદ ઉપરોકત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ ભારે ગભરાટભરી વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા સેન્સેકસ ઇન્ટ્રાડે 1172.44 પોઇન્ટ પટકાયા બાદ કામકાજના અંતે 1114.82 પોઇન્ટ તુટીને 36553.60 ના મથાળે ઊતરી આવ્યો હતો.

એનએસઇનો નિફટી પણ કામકાજના પ્રારંભથી સતત તુટતા ઇન્ટ્રાડે 341.65 પોઇન્ટ ખાબકયા બાદ કામકાજના અંતે 326.30 પોઇન્ટ તુટીને 10805.55ની સપાટીએ નરમ રહ્યો હતો. આજે સ્મોલકેપ અને મિડકેપ શેરમાં મોટાપાયે ધબડકો નોંધાયો હતો. એફઆઈઆઈ એ પણ રૂ. 1885 કરોડની વેચવાલી હાથ ધરી હતી.

રોકાણકારોની સંપત્તિમાં 3.95 લાખ કરોડનું ધોવાણ

સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ.) રૂ. 3.95 લાખ કરોડનું ધોવાણ થતા અંતે તે રૂ. 148.76 લાખ કરોડ રહ્યું હતું. છેલ્લા છ દિવસમાં બજારમાં થયેલ પીછેહઠના પગલે રોકાણકારોના કુલ રૂ. 11.32 લાખ કરોડ ધોવાઈ ગયા હતા.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!