GSTV
Business Corona Virus India News ટોપ સ્ટોરી

એક જ દિવસમાં 14 લાખ કરોડ રૂપિયા સ્વાહા, માર્કેટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો

કોરોના વાયરસના વારથી શેરબજાર લોહીલોહાણ થઇ ગયું છે. પોઇન્ટના કડાકાની ગણતરીએ માર્કેટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 3900 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે. જ્યારે કે નિફ્ટી 1100 પોઇન્ટ ગગડ્યો હતો. આ સાથે જ રોકાણકારોએ એક જ દિવસમાં 14 લાખ કરોડ રૂપિયાની મૂડી ગુમાવી છે. શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે વેચવાલીની સુનામી જોવા મળી હતી. રોકાણકારોએ ક્યારેય ન જોયું હોય તેવું ગાબડું શેરબજારમાં નોંધાયું છે. કોરોના વાયરસના પ્રકોપે માર્કેટનું સેન્ટીમેન્ટ વિખી નાંખ્યું છે.

દિવસના અંતે નિફ્ટી અને સેંસેક્સમાં ગાબડા

જોરદાર ઘટાડા સાથે ખુલેલા માર્કેટમાં શરૂઆતી એક કલાકમાં જ લોઅર સર્કિટ લાગી ગઇ છે. જો કે 45 મિનિટ બાદ ટ્રેડિંગ ફરીથી શરૂ થયું છે. પરંતુ ત્યારબાદ પણ વેચવાલીને વધુ વેગ મળ્યો છે. દિવસના અંતે સેન્સેક્સમાં 13.15 ટકા અને નિફ્ટીમાં 12.98 ટકાનું ગાબડું નોંધાયુ છે. સેન્સેક્સ 3,934.72 પોઇન્ટ ઘટીને 25 હજાર 981.24ના લેવલે બંધ થયો છે. નિફ્ટી 1 હજાર 135.20 પોઇન્ટ તૂટીને 7 હજાર 610.25ના લેવલે બંધ થયો છે.

શેરબજારના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે

સાથે જ માત્ર 10 દિવસમાં લોઅર સર્કિટ લાગી હતી. આ પહેલા ગત 13 અને 12 માર્ચે પણ માર્કેટમાં કડાકો નોંધાયો હતો. માર્ચ મહિનામાં સેન્સેક્સ અત્યાર સુધીમાં 12 હજાર 316 પોઇન્ટ નીચે ઉતરી ગયો છે. ચાલુ મહિનામાં માર્કેટ આશરે 31 ટકા તૂટ્યું છે. ઇન્ડિયા વિક્સ 12 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. નિફ્ટી ચાર વર્ષના સૌથી નિચલા સ્તરે બંધ આવ્યો છે. જ્યારે કે સેન્સેક્સ ત્રણ વર્ષના સૌથી નિચલા લેવલે બંધ થયો છે.

સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં નોંધાયેલા ઘટાડા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર રહ્યા

  • કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે દેશના ઘણા રાજ્યોને 31 માર્ચ સુધી લોકડાઉન કરી દેવાયા છે.
  • વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત નાણા પરત ખેંચવામાં આવી રહ્યા છે.
  • વિદેશી રોકાણકારોએ આશરે બે સપ્તાહમાં 50 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલવાના ડરથી વૈશ્વિક માર્કેટમાં ગભરાટ જોવા મળી. જેની અસર નકારાત્મક અસર ભારતીય શેરબજાર ઉપર વર્તાઇ છે.
  • આ ઉપરાંત ડોલર સામે રૂપિયો તેના રેકોર્ડ નિચલા સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટ્રા ડેમાં ડોલર સામે રૂપિયાએ 76ની સપાટી ગુમાવી દીધી છે. તેમજ ડોલર ઇન્ડેક્સ તેની ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયો હતો.

રેડ ઝોનમાં જોવા મળ્યા શેર

માર્કેટમાં ભારે વેચવાલીના પગલે નિફ્ટી અને સેન્સેક્સના તમામ શેર રેડઝોનમાં બંધ રહ્યા હતા. એક પણ શેર્સમાં વેચવાલી જોવાઇ નહીં મળી. જ્યારે માર્કેટના ઝીરો પર નજર કરીએ તો, એક્સિસ બેંકનો શેર 119.50 રૂપિયા ઘટીને 308.65ના લેવલે બંધ થયો છે. બજાજ ફિનસર્વનો શેર 1 હજાર 612 રૂપિયા ઘટીને 4 હજાર 621.05ના લેવલે બંધ થયો છે. ઇન્ડસઇન્ડ બેંકનો શેર 103.90 રૂપિયા ઘટીને 336.45ના ભાવે તેમજ બજાજ ફાયનાન્સનો શેર 685.75 રૂપિયા ગગડીને 2 હજાર 266.15ના ભાવે બંધ રહ્યો હતો.

ગત સપ્તાહે ટ્રેડિંગ સેશનના અંતે સેબીએ શેરબજારમાં ભારે-ઉતાર ચઢાવને રોકવા માટે વધારાના પગલા ભરવાની વાત કહી હતી. તેમજ શોર્સ સેલિંગના નિયમો કડક બનાવી દીધા હતા.પરંતુ સોમવારે માર્કેટમાં આ પગલાઓની કોઇ જ અસર જોવા મળી નહીં.

READ ALSO

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV