GSTV
Bollywood Entertainment Trending

કરીના નહી સારા આ એક્ટ્રેસની છે ફેન, આ બે ફિલ્મોમાં કરવા માગે છે કામ

સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેનો અભિનય જોઇને તેને અન્ય ફિલ્મોની ઓફરો મળી રહી છે. પરંતુ તેનું કહેવું છે કે, તે તેની માતા અમૃતા સિંહ જેટલી સારી અભિનેત્રી નથી. 

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારાએ જણાવ્યું હતુ કે, હું મારી જેવી એકટ્રેસ કદી થઇ શકીશ નહીં. મને નથી લાગતુ કે હું તેના જેવો અભિનય કરી શકીશ. હા, પરંતુ મને તક મળશે તો તુ હું તેની ‘ચમેલી કી શાદી’ અને ‘બેતાબ’માં ચોક્કસ કામ કરીશ. ‘ચમેલી કી શાદી’માં માતાની ટાઇમિંગ ગજબની હતી.

આ ઉપરાંત બેતાબમાં મને તેની માસુમિયત બહુ પસંદ પડી છે. તે આ ફિલ્મમાં બહુ સુંદર દેખાતી હતી. આ ઉપરાંત , જો ફિલ્મ ‘આઈના’ ફરીથી બને તો તેમાં પણ મને કામ કરવાની ઇચ્છા છે.  સારા અલી ખાનને આ ફિલ્મો કરવાની ભવિષ્યમાં તક મળે છે કે નહીં તે તો સમય જ દાખવશે.

 જો સારાની વાત કરીએ તો ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી સારા અલી ખાન આજકાલ ચર્ચામાં રહે છે. લોકો તેની ખૂબસુરતીના કાયલ તો છે જ પરંતુ તેણે પોતાના વ્યવહારથી સૌકોઇને ઇમ્પ્રેસ કરી દીધાં છે. તાજેતરમાં જ રીલીઝ થયેલી તેની ફિલ્મ સિમ્બા સ્ક્સેસફુલ રહી છે અને હાલ સારા આ સફળતાને એન્જોય કરી રહી છે.

Read Also

Related posts

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth

પાણીમાં લાંબા સમય સુધી હાથ રાખવાથી ત્વચામાં કેમ પડે છે કરચલી, શરીરમાં કેવી રીતે આવે છે બદલાવ? કારણ જાણો

Hina Vaja
GSTV