GSTV

ભારતીય શેરબજારમાં સૌથી મોટા કડાકા, સેન્સેક્સ ઈતિહાસની આ સપાટી પર પહોંચ્યો

Last Updated on March 19, 2020 by pratik shah

કોરોનાવાયરસનાં કારણે મહામારીનું સંકટ વધુ ગહેરાયું છે અને અમેરિકન શેર બજારોમાં બુધવારે પણ કડાકાની અસર ગુરુવારે ભારતીય (stock exchange) સ્ટોક માર્કેટમાં જોવા મળ્યો હતો. સેંસેકસ અને નિફ્ટી ખુલતાની સાથેજ ભારતીય શેર બજાર ધડામથી તૂટી પડ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સેન્જનો 30 શેરો વાળા સંવેદી સૂંચકાક સેંસેક્સ 1,096.05નાં આંકડા સાથે તૂટીને 28000થી નીચે ખુલ્યો હતો. ગુરુવારે સેંસેક્સ 27,773.36નાં સ્તર પરતો ત્યારે નિફ્ટી 405.50 અંક તૂટીને 8,063.30નાં સ્તર પર ખુલ્યો હતો. ત્યારે શરૂઆતી બિઝનેસમાં 70 પૈસા પડીને ડોલરનાં મુકાબલે 74.96 પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે બુધવારે સેંસેક્સ ત્રણ વર્ષમાં પ્રથમ વખત 29 હજારનીનીચે બંધ થયો હતો.

શેર બજારોમાં બુધવારે પણ કડાકાની અસર ગુરુવારે જોવા મળ્યો

દિવસકડાકોસેંસેક્સ
ગુરુવાર 19 માર્ચ 20201774.87*27094.64*
બુધવાર 18 માર્ચ 20201709.5828,869.51
મંગળવાર 17 માર્ચ 2020810.9830,579.09
સોમવાર 16 માર્ચ 20202,713.4131,390.07

છેલ્લા ત્રણ દિવસોમાં ડૂબ્યા 9 લાખ કરોડ

શેર બજારમાં સતત ઘટાડાના કારણે ત્રણ દિવસમાં રોકાણકારોનાં 9 લાખ કરોડનું નુકશાન થયું છે. બીએસઈનું બજાર પૂંજીકરણ સોમવારે 1,21,63,952.59 કરોડ રૂપિયા હતું. જે બુધવારે ઘટીને 1,13,64,118.31 કરોડ રૂપિયા પર પહોચ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં રોકાણ કારોનાં રૂપિયા ડૂબી ગયા છે.

શેર બજાર તૂટવાનાં મહત્વનાં કારણો

  • દેશમાં કોરોનાવાયરસનાં મામલામાં વધારો થવાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી. આ કારણે બજારમાં વેચાણવેલી વધી ગઈ.
  • કોરોનાવાયરસનાં કારણે વિશ્વભરમાં આર્થિક મંદીની આંશકામાં વધારો
  • અમેરિકા સહિત ઘણા દેશોએ રાહત પેકેજની જાહેરાત કરી આ કારણે શેરબજાર કકડભૂસ
  • સમાયોજિત સકલ આયકરનાં(AGR)નાં મામલામાં ટેલિકોમ કંપનીઓને સુપ્રિન કોર્ટથી રાહત મળી નહી.
  • વિદેશી રોકાણકારો (FII)ભારતીય બજારમાંથી સતત રૂપિયા નિકાળી રહ્યા છે. આ મહિને (FII)એ 38,188 કરોડ રૂપિયાનાં શેરનું વેચાણ કરી દીધું છે.
  • અમેરિકી શેર બજારમાં બુધવારો મોટા કડાકા બોલાયા હતા.
  • કોરોનાનાં કહેરનાં કારણે ડાઉ જોંસ 20000થી નીચે પહોંચ્યો હતો. ત્યારે નેસ્ડેક પણ 4.70 ટકા તૂટીને 6989નાં સ્તર પર આવ્યો હતો.

READ ALSO

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

કોરોના/ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાના 135 દેશોમાં પ્રસરી ચૂક્યો, ટોકિયોમાં પહેલીવાર એક દિવસમાં 5000થી વધુ કેસ

Damini Patel

PF withdrawal: કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર ઉપાડી શકશો EPFOમાંથી 1 લાખ રૂપિયા, અરજી કર્યાના બીજા જ દિવસે મળી જશે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!