GSTV

BIG BREAKING: T20 World Cupને લઈને ટીમ ઈન્ડિયામાં કર્યો મોટો બદલાવ, શાર્દુલ ઠાકુરની સ્કવોડમાં એન્ટ્રી

Last Updated on October 13, 2021 by pratik shah

T-20વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયાએ એક મોટો બદલાવ કર્યો છે. ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં અક્ષર પટેલની જગ્યા લીધી હતી.અખબારી યાદી મુજબ, અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ શાર્દુલને સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ત્યારે નક્કી થયું છે જ્યારે હાર્દિક પંડ્યાને લઈને અસમંજસ સર્જાઈ રહ્યું છે, કારણકે તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી, અને આઈપીએલમાં બોલિંગ પણ નથી કરી. ત્યારે આવી પરિસ્થિતિમાં શાર્દુલ ઠાકુરને 15 ખેલાડીઓના સ્કવોડમાં શામેલ કરવામાં આવ્યા છે. જે ઝડપી બોલરની સાથે સાથે બેટીંગ પણ કરી શકે છે.

T-20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશાન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

રિઝર્વ પ્લેયર: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ

બીસીસીઆઈએ તેની સાથે એક મોટો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના આ સ્કવોડની સાથે કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે, જે બબલનો ભાગ બનશે. અને ટ્રેનિંગ દરમ્યાન સાથે રહેશે. આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ અય્યર, કર્ણ શર્મા, શહબાજ અહેમદ, કે ગૌથ.

READ ALSO

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!