GSTV
Home » News » શારદા ચીટ ફંડ કેસ: દીદીનાં ખાસ વિશ્વાસુ IPSને સુપ્રિમ કોર્ટે આપ્યો ઝાટકો, કહ્યું ત્યાં જાવ ત્યાં વેકેશન નથી

શારદા ચીટ ફંડ કેસ: દીદીનાં ખાસ વિશ્વાસુ IPSને સુપ્રિમ કોર્ટે આપ્યો ઝાટકો, કહ્યું ત્યાં જાવ ત્યાં વેકેશન નથી

શારદા ચીટ ફંડ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનરજીનાં ખાસ આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે રાજીવ કુમારની આગોતરા જામીન અરજી અંગે સુનાવણી કરવા ઇનકાર કરી દિધો છે. કોર્ટે તેમને હાઈકોર્ટ કે ટ્રાયલ કોર્ટમાં જવાની સૂચન આપી છે. કોર્ટમાં રાજીવ કુમારે સીબીઆઈની ધરપકડથી  બચવા આગોતરા જામીનની અરજી કરી હતી.  મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપરડ પરથી રોક હટાવી હતી. જેથી કોઈપણ સમયે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. ત્યારે સીબીઆઈની ધરપકડથી બચવા તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

પોલીસ કમિશનર રાજીવ કુમારનું કહેવુ છે કે, સીબીઆઈ દ્વારા તેમના પર કથિત આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સીબીઆઈનો આરોપ છે કે, રાજીવ કુમારે શારદા ચીટફંડના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમમાં કરેલી અરજીમાં રાજીવ કુમારે સીબીઆઈ પર ગંભીર આરોપ પણ લગાવ્યો. રાજીવ કુમારનું કહેવુ છે કે, સીબીઆઈ ખોટી રીતે હેરાન કરી રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે  રાજીવ કુમારને મોટો ઝાટકો આપ્યો હતો. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લગાવવામાં આવેલી રોકને હટાવી અને સીબીઆઈને રાજીવ કુમારની પુછપરછ માટે મંજૂરી આપી હતી. કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કોઈપણ સમયે રાજીવ કુમારની પૂછપરછ કરી શકશે.

READ ALSO

Related posts

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!