GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનના નાક નીચેથી POKના શારદાપીઠની માટી લઈ આવ્યું આ દંપતી, ચીનના રસ્તે આ રીતે પહોંચ્યા અયોધ્યા

શારદાપીઠ

Last Updated on August 8, 2020 by Bansari

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરના પાયામાં સમગ્ર ભારતના તીર્થ સ્થળોની પવિત્ર માટી અને નદીઓના જળને રાખવામાં આવ્યા છે. પાંચમી ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેના માટે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના શારદા પીઠની માટી પણ લાવવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાનની દુશ્મનીને ધ્યાનમાં રાખતા શારદા પીઠની માટી લાવવી સરળ નહોતી. કોઈ ભારતીયને પીઓકેમાં પ્રવેશની મંજૂરી નથી પરંતુ રામમંદિર માટે શારદા પીઠની માટી લાવવાનું આ મિશન એક ભારતવંશીય દંપતીએ પૂર્ણ કર્યું હતું અને તે પણ ચીનના પાસપોર્ટ પર. આ દંપતી હોંગકોંગના રસ્તે થઈને આ માટી લઈને આવ્યું હતું. 

દંપતી મૂળરૂપથી કર્ણાટકનું રહેવાસી

આ દંપતી મૂળરૂપથી કર્ણાટકનું રહેવાસી છે તથા બજરંગબલી હનુમાનજીનું જન્મ સ્થળ પણ કર્ણાટક જ છે. બજરંગબલી, રામ-રાવણ યુદ્ધ સમયે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા ત્યારે સંજીવની લાવ્યા હતા. તે જ કર્ણાટકના વેંકટેશ રમન અને તેમના પત્ની પીઓકે ખાતેથી રામ મંદિર માટે શારદા પીઠની માટી લઈ આવ્યા છે. તેઓ બંને ચીનમાં રહે છે.

માટી લઈ જવા માટે સેવા શારદા પીઠે તેમનો સંપર્ક કર્યો હતો. પીઓકેમાં ભારતીયોને પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી વેંકટેશ રમન અને તેમના પત્નીને ચીનના પાસપોર્ટ પર ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ દંપતી હોંગકોંગ ખાતેથી પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદ પહોંચ્યું હતું અને ત્યાંથી શારદા પીઠ ગયું હતું. ત્યાર બાદ ત્યાંનો પ્રસાદ અને માટી લઈને તેઓ હોંગકોંગ થઈને દિલ્હી આવ્યા હતા.

શારદાપીઠ

દિલ્હીમાં શારદા પીઠને માટી સોંપી

આ દંપતીએ સેવા શારદા પીઠના સદસ્ય અંજના શર્માને માટી અને પ્રસાદની સોંપણી કરી હતી. શર્માના કહેવા પ્રમાણે તેઓ શારદા પીઠના મુખ્ય પુજારી રવીન્દ્ર પંડિતના નિર્દેશ પર અયોધ્યા આવેલા. શર્મા પોતાની સાથે કર્ણાટકના અંજના પર્વતનું જળ પણ લાવ્યા હતા. અંજના પર્વતને હનુમાનજીનું જન્મ સ્થળ માનવામાં આવે છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગોકર્ણ ખાતેનું પવિત્ર જળ પણ ભૂમિ પૂજન માટે લાવવામાં આવ્યું છે. શ્રીલંકા અને નેપાળ ખાતેથી લાવવામાં આવેલી પવિત્ર માટી અને જળ પણ ભૂમિ પૂજનમાં રાખવામાં આવ્યા હતા.

શારદા પીઠ અને કાશ્મીરી પંડિતો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાતેનું શારદા પીઠ કાશ્મીરી પંડિતોના ત્રણ પવિત્ર સ્થળોમાંથી એક છે. તે નીલમ નદીના કિનારે આવેલું છે અને ભારતના ઉરીથી આશરે 70 કિમી દૂર છે.

શારદા પીઠ સુધી પહોંચવાના રસ્તા

પીઓકેના શારદા પીઠ સુધી પહોંચવાના બે રસ્તા છે. પહેલો મુજફ્ફરાબાદ થઈને અને બીજો પુંછ રાવલકોટ તરફથી. ઉરીથી મુજફ્ફરાબાદવાળો રસ્તો પ્રચલિત છે અને મોટા ભાગના લોકો તેનો જ ઉપયોગ કરે છે. ગત વર્ષે પાકિસ્તાન સરકારે શારદા પીઠ સુધી એક કોરિડોરની મંજૂરી આપી હતી જેથી ભારતીય હિંદુઓ ત્યાં દર્શન કરવા જઈ શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!