GSTV
Home » News » બિહાર મહાગઠબંધનમાં થઈ સીટોની વહેંચણી, અહીં વાંચો કોઈ પાર્ટી કેટલી સીટો પર લડશે ચૂંટણી

બિહાર મહાગઠબંધનમાં થઈ સીટોની વહેંચણી, અહીં વાંચો કોઈ પાર્ટી કેટલી સીટો પર લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણીને લઇને બિહારમાં મહાગઠબંધન દ્વારા ટિકિટ વહેંચણીનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું. શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને આ એલાન કરવામાં આવ્યું. બિહારમાં મહાગઠબંધનની ફોર્મુલા મુજબ આરજેડી 20 બેઠક પરથી, કોંગ્રેસ 9 બેઠક પરથી, RLSP પાંચ બેઠક પરથી, હિન્દુસ્તાની આવામ મોર્ચા ત્રણ બેઠક પરથી, વીઆઇપી ત્રણ બેઠક પરથી પોતાના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારશે. જ્યારે કે આરજેડીના ક્વોટામાંથી CPI-ML એક બેઠક ફાળવવામાં આવી છે.

આરજેડી નેતા મનોજ ઝાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે મહાગઠબંધનની બેઠક યોજાઇ હતી. જેમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતન રામ માંઝી સહિત વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. આ સાથે ક્યાં ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે તેનું એલાન પણ કરી દેવાયું છે. હમ પાર્ટીના જીતન રામ માંઝી ગયાથી. નવાદાથી આરજેડીના વિભા દેવી. જમુઇ બેઠક પરથી RLSPના ભૂદેવ ચૌધરી ચૂંટણી લડશે.

Read Also

Related posts

સરદાર પટેલની વધુ એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આ તારીખે પ્રધાનમંત્રી ગુજરાતમાં

Mayur

પ્રિયંકા ચોપરાના યુનિક બોક્સ બેગની કિંમત એટલી છે કે જેમાં આપણે આખી જિંદગી ઢગલો બોક્સ બેગ લાવી શકીએ…

Dharika Jansari

રાજકોટમાં ઈતરડીઓના ત્રાસથી શહેરીજનો તોબા પોકારી ગયા, એસિડથી કરી રહ્યા છે નાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!