GSTV
Home » News » ચપ્પલ મારવાનાં શોખીન નેતાની ભાજપે ટિકિટ કાપી નાખી, એની જગ્યાએ મુક્યો આ નેતા પર વિશ્વાસ

ચપ્પલ મારવાનાં શોખીન નેતાની ભાજપે ટિકિટ કાપી નાખી, એની જગ્યાએ મુક્યો આ નેતા પર વિશ્વાસ

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપની આ યાદીમાં 7 ઉમેદવારોનાં નામ છે. ભારતીય જનતા પાર્ટીએ આ યાદીમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનને ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

જો કે ચપ્પલકાંડનાં મુખ્ય હિરો અને યુપીની સંતકબીરનગર લોકસભા બેઠકનાં ધારાસભ્ય શરદ ત્રિપાઠીની ટીકિટ કાપવામાં આવી છે. ચપ્પલ કાંડનાં કાળો ડાઘ લાગતા શરદ ત્રિપાઠીને કદ પ્રમાણે વેંતરી નાંખવામાં આવ્યા છે. સંતકબીર નગર સીટ પરથી શરદ ત્રિપાઠીનું પત્તુ કાપીને તેમનાં સ્થાને પ્રવિણ નિષાદને ટીકિટ આપવામાં આવી છે. 

બીજી તરફ ભાજપે ચપ્પલકાંડનાં હિરો શરદ ત્રિપાઠીનાં પિતા રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ઉમેદવાર બનાવ્યા છે.રમાપતિ રામ ત્રિપાઠી યુપી ભાજપનાં પૂર્વ પ્રદેશ પ્રમુખની સાથે સાથે યુપી વિધાન પરિષદનાં સભ્ય પણ છે.આ સિવાય પ્રતાપગઢથી સંગમ લાલ ગુપ્તા,આંબેડકર નગરથી મુકુટ બિહારી,જૌનપુરથી કેપી સિંહ અને ભદોહીથી રમેશ બિંદને ભાજપે ટીકિટ આપી છે.

ભાજપી ધારાસભ્યને ચપ્પલ વડે ફટકાર્યો હતો

ભાજપે સંત કબીર નગરથી પ્રવિણ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે. જો કે એક ચર્ચા એવી પણ હતી કે પ્રવિણ નિષાદને ગોરખપુરથી ટીકિટ મળી શકે છે.મહત્વનું છે કે સંતકબીર નગરથી ભાજપનાં સાંસદ શરદ ત્રિપાઠી અને મેંહદાવલથી ભાજપનાં ધારાસભ્ય રાકેશ બઘેલ વચ્ચે કલેક્ટર કચેરીમાં મારામારી થઇ હતી. ત્યારે યુપીનાં કેબિનેટ મંત્રી આશુતોષ ટંડ પણ હાજર હતાં.ભાજપનાં સાંસદે પોતાની પાર્ટીનાં જ ધારાસભ્યને ચપ્પલ વડે ફટકારતા તેનો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે ભાજપને શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું હતું. આ ઘટનાને કારણે ભાજપની શીર્ષ નેતાગીરી નારાજ હતી. જેને કારણે શરદ ત્રિપાઠીની ટીકિટ કપાઇ છે.

READ ALSO 

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar