GSTV
Home » News » શરદ પૂર્ણિમાએ સર્જાશે ધનલાભના વિશેષ યોગ, મા લક્ષ્મીને ધરાવો આ ખાસ ભોગ

શરદ પૂર્ણિમાએ સર્જાશે ધનલાભના વિશેષ યોગ, મા લક્ષ્મીને ધરાવો આ ખાસ ભોગ

શરદ પૂર્ણિમાનો પર્વ દેવી લક્ષ્મીના જન્મદિવસના ઉપલક્ષમાં મનાવવામાં આવે છે. દર વર્ષે આસો માસના શુકલ પક્ષમાં શરદ પૂર્ણિમા ઉજવાય છે. આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ આ પર્વ ઉજવાશે.

આ અવસર પર માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરી તેમને પ્રસન્ન કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થઈ હતી. એટલા માટે આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. 

આ દિવસે માતા લક્ષ્મીને વિશેષ ભોગ ધરાવવાથી ધન, સમૃદ્ધિમાં વધારો થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લો કે કયા કયા આશીર્વાદ મેળવવા માટે માતા લક્ષ્મીને કઈ વસ્તુનો ભોગ ધરાવવો.

1. મખાનાનો ભોગ

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને મખાનાનો ભોગ ધરાવવો શુભ ગણાય છે. આ દિવસે શ્રીસૂક્તનો પાઠ પણ કરવો. 

2. પતાશા

આ દિવસે માતા લક્ષ્મીને પતાશાનો ભોગ પણ ધરાવી શકાય છે. આ ભોગ ધરાવનાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ રાત્રે જાગરણ કરી માતાની ભક્તિમાં સમય પસાર કરવો. આ દિવસે માતાને પતાશામાંથી બનેલા રમકડાં આપવા પણ શુભ રહે છે.

3. રોગમુક્તિ માટે ખીર

આ દિવસે માતા પાસેથી રોગમુક્તિના આશીર્વાદ મેળવવા માટે મખાના અથવા ચોખાની ખીરનો પ્રસાદ ધરાવવો. આ ખીરના પ્રસાદને થોડીવાર ચંદ્ર પ્રકાશમાં રાખવી અને પછી તેનું સેવન કરવાથી રોગનાશ થાય છે. 

4. પાનનો પ્રસાદ

આ દિવસે માતા લક્ષ્મીની પૂજામાં પાન, સોપારી અર્પણ કરવાથી. શરદ પૂર્ણિમા પર માતાને પાન અર્પણ કરવાથી પ્રસન્નતા વધે છે. 

5. મનોકામના પૂર્તિ માટે દૂધ

માતા લક્ષ્મી પાસેથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે દૂધ અથવા દહીંનો ભોગ ધરાવવો. તેનાથી પ્રસન્ન થઈ માતા મનની ઈચ્છાઓ પૂર્ણ કરશે. 

Read Also

Related posts

રેલવેની કાયાપલટની વાતો વચ્ચે કર્મચારીઓ જર્જરીત આવાસોમાં રહેવા મજબૂર

Nilesh Jethva

આ અભિનેત્રી સાથે એક સમયે લગ્ન કરવા ઈચ્છતો હતો સલમાનખાન, હિરોઈનનાં પિતા પાસે પ્રસ્તાવ લઈને..

pratik shah

ઈ-કોમર્સ કંપનીઓને સરકાર આપવા જઈ રહી છે ઝટકો, નહી આપી શકે ઉત્પાદનો ઉપર છૂટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!