GSTV

શરદ પવારની દિલ્હીના બંગ્લાની સરકારે સુરક્ષા હટાવી, એનસીપીએ કહ્યું મોદી સરકારની બદલાની રાજનીતિ

એનસીપી અધ્યક્ષ શરદ પવારના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને કેન્દ્ર સરકારે સુરક્ષા હટાવી દીધી છે. જેને લઈ એનસીપીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. એનસીપીએ શરદ પવારના દિલ્હી સ્થિત સત્તાવાર આવાસમાંથી સુરક્ષા હટાવવાને બદલાની રાજનીતિ ગણાવી. મહારાષ્ટ્રમાં એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યુ, આ પ્રકારના પગલાથી પાર્ટીના નેતાઓને ડરાવી શકાશે નહીં.

6 જનપથ સ્થિત પવારના નિવાસસ્થાને તૈનાત સુરક્ષા કર્મીઓએ 20 જાન્યુઆરીથી બંગલા પર રિપોર્ટ કરવાનું બંધ કર્યું છે. અને સરકારે આ અંગે પહેલાથી કોઈ જાણકારી આપી નથી. આ બદલાની રાજનીતિ છે. નવાબ મલિકે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ પાર્ટીની લડાઈ ચાલુ રહેશે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને દિલ્હીમાં વાય શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!