GSTV

ખેડૂતોના સમર્થનમાં અઘાડી: કૃષિના કાયદાના વિરોધમાં આગળ આવશે પવાર-ઠાકરે, કરશે રેલી

Last Updated on January 20, 2021 by Karan

કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીની સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોને પ્રદર્શન કરતા 55 દિવસ કરતા વધારે સમય થયો છે. સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચેની નવમી બેઠક પણ નિષ્ફળ ગઇ છે. ત્યારે હવે એનસીપી સુપ્રિમો શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ખેડૂત કાયદાના વિરોધમાં આવ્યા છે.

ખેડૂતો

મુંબઇના આઝાદ મેદાનની અંદર 25મી જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થનાર છે.  પ્રદર્શનમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે. આ વાતની જાણકારી એનસીપી પ્રવક્તા અને માહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આ વાતની માહિતિ આપી છે. કેટલાક ખેડૂત સંગઠનોએ આયોજિત કરેલ આ પ્રદર્શનને મહાવિકાસ અઘાડીએ સમર્થન આપ્યું છે.

નવાબ મલિકે આગળ જણાવ્યું કે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં રાજભવન સુધી રેલી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શરદ પવાર આ પહેલા પણ કૃષિ કાયદાને લઇને વિરોધ કરી ચુક્યા છે અને કેન્દ્ર સરકાર સમક્ષ તેને પરત લેવાની માંગ પણ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરકાર ધારે તો બે દિવસમાં આંદોલન ખતમ કરી શકે છે, તેઓ જ્યાં સુધી ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે.

Damini Patel

વિશ્વાસ નહીં આવે / આ દેશમાં રન વે પર મુસાફરો વિમાનને ધક્કો મારતા નજરે પડ્યાં, કારણ જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

આશિકી/ વરરાજો દુલ્હનની માંગમાં સિંદૂર પુરે તે પહેલા બોયફ્રેન્ડે આવીને દુલ્હનની માંગમાં સિંદૂર પુરી દીધું, જાનૈયાઓ આંખો ફાડીને જોતા રહી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!