GSTV

શરદ પવારે કર્યો ખુલાસો, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાને કેમ સાથ આપ્યો ?

NCPના પ્રમુખ શરદ પવારે ગુરૂવારના રોજ કહ્યું હતું કે, લઘુમતી સમુદાયના પ્રતિનિધિઓએ તેમને કહ્યું હતુંકે, જો તેમની પાર્ટી શિવસેના સાથે હાથ મિલાવશે તો તેમને કોઈ વાંધો નથી. પણ ભાજપને મહારાષ્ટ્રમાં સત્તાથી દૂર રાખવામાં આવે. શિવસેના અને ભાજપે ગત વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. પણ મુખ્યમંત્રીના પદને લઈ અઢી અઢી વર્ષ સરકાર ચલાવવાને લઈ અસહમત થતાં બંને વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક સાથે મળી રાજ્યમાં સરકાર બનાવી હતી.

એનસીપીના લઘુમતી વિંગે બોલાવેલી એક બેઠકમાં પવારે ઉલ્લેખ કર્યો હતો કે, તે સમયે રાજ્યમાં ત્રણ-ચાર અઠવાડીયાથી સરકાર ગઠનને લઈ કોઈ પગલા ભરવામાં આવતા નથી, પવારે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકાર બનાવવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીના લોકો સાથે સલાહ લેવામાં આવી રહી છે.

પવારે આ બાબતે જણાવ્યું હતું કે, લઘુમતીઓ તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે, શિવસેનાનો સાથ લેવો હોય તો લઈ શકીએ છીએ, પણ આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખો. લઘુમતીઓએ પણ મહારાષ્ટ્રમાં આ પગલાનું સ્વાગત કર્યું હતું. શરદ પવારે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આ ઘટનાક્રમે એક અલગ જ રસ્તો ખોલી આપ્યો હતો. તેમણે આ બાબતે લઘુમતી સંગઠનોનો પણ આભાર માન્યો હતો. ખાસ કરીને મુસ્લિમોએ રાજ્યની ચૂંટણીમાં ભાજપને મત ન આપ્યા.

શરદ પવારે એમ પણ જણાવ્યું હતું કે, નવી સરકારમાં લઘુમતી બાબતોનું મંત્રાલય તેમને આપવામાં આવે અને નવાબ મલિક લઘુમતી બાબતોના મંત્રી પણ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Mansi Patel

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari

તમામ દેશવાસીઓને કોરોનાની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે સરકાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ સ્પષ્ટતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!