શરદ પવારને ચૂંટણી ન લડવા ભાજપના કદાવર નેતાએ આપી સલાહ, પવારનો આવ્યો આ જવાબ

શરદ પવારે માઢામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હશે તો ભાજપ તેમને માઢામાં નિશ્ચિત હરાવી દેશે. પણ એમની હાલની તબિયત જોવા જતા પવાર જેવા નેતાઓએ હવે ચૂંટણી લડવી નહીં એવી સલાહ મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત દાદા પાટિલે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને આપી. એનો શરદ પવારે ભાજપના નેતાઓએ મારા તબિયતની ચિંતા કરવાની જરૂર નથી, આવા શબ્દોમાં વળતો જવાબ આપ્યો. રાજ ઠાકરે સાથે ભલે સંબંધ સારા હશે, અમુક મુદ્દા ઉપર રાજ ઠાકરે અમારા સાથે હશે તો પણ ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને એનસીપી એક નહીં રહે, આવા શબ્દોમાં મનસે-એનસીપી જોડાણના સમાચાર ફગાવી દીધા, એનસીપી-મનસે ગઠબંધનની શક્યતા નકારી કાઢી.

મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૪૪ બેઠકોની બેઠક વહેંચણી  પૂર્ણ

કોંગ્રેસ અને એનસીપી આ બન્ને વચ્ચે મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૪૪ બેઠકોની બેઠક વહેંચણી  પૂર્ણ થઇ થઇ ગયું હોવાનું કહીને શરદપવારે પ્રકાશ આંબેડકરના બહુજન વંચિત આઘાડી સાથે રાજ્યના નેતાઓ ચર્ચા કરી રહ્યા છે, એવી સ્પષ્ટતા કરી. દરેક પાર્ટી પોતપોતાના તરફ વધુ બેઠકો ખેંચવા પ્રયાસ કરતા જ હોય છે, એવું પણ શરદ પવારે કહ્યું.

નીતિન ગડકરીનું નામ વડાપ્રધાન માટે આગળ આવ્યું તે ગમ્યું

વડા પ્રધાન પદ માટે નિતિન ગડકરીનું નામ આવવાથી શરદ પવારને આનંદ થયો છે.  કેન્દ્રના પ્રધાન નિતિન ગડકરીનું નામ ભારતના વડા પ્રધાન પદ માટે આગળ આવ્યું એનો મને ઘણો આનંદ છે કારણ ગડકરી મારા ઘણા સારા મિત્ર છે એવું એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કહ્યું સાથે મને એમની ચિંતા થાય છે, એમ પણ આગળ ઉમેર્યું. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter