GSTV

દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની મુલાકાત બાદ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે એનસીપીના પ્રમુખ શરદ પવારે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી. તો બંને નેતાઓ વચ્ચે આ બેઠક ત્યારે થઈ જ્યારે એક દિવસ પહેલાં જ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં બેઠકનો દૌર જોવા મળી રહ્યો છે.

એક દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એક હોટલમાં થઈ હતી. આ મુલાકાતના 24 કલાકમાં જ સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ છે. લગભગ એક કલાક સુધી બંને વચ્ચે મુલાકાત ચાલી હતી. બંને વચ્ચે શું વાતચીત થઈ તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!