GSTV

કસોટી ઝિંદગી કી-2માં આ અભિનેતા ભજવશે અનુરાગ બાસુનો રોલ

ટેલિવિઝન પર જેની સિરિયલોનો ડંકો વાગતો હોય તેવી પ્રોડ્યુસર એકતા કપૂર એક નવી ટીવી સિરિયલ લઇને આવી રહી છે. આ નવી ટીવી સિરિયલ ફેમસ ટીવી સિરિયલ કસૌટી ઝિંદગી કીનો બીજો પાર્ટ છે. એક્તાની નવી ટીવી સિરિયલ કસૌટી ઝિંદગી કી-2 આજકાલ ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે, કસૌટી ઝિંદગી કી-2માં હિના ખાન નેગેટિવ રોલ પ્લે કરશે. આ રોલ બિલકુલ એવો છે જેવો કસોટી જિંદગીકીમાં ઉર્વશી ઢોલકિયાએ પ્લે કર્યો હતો. હિના ખાનનું નામ ફાઈનલ થતા હવે ખબરો આવી રહી છે કે, આ સિરીયલમાં લીડ એક્ટર તરીકે સિરીયલ ‘કસમ તેરે પ્યાર કી’ ના એક્ટર શરદ મલ્હોત્રા નજર આવશે.

તમને જણાવી દઈએ કે, આ રોલ સીઝેન ખાનના રોલને મળતો આવે છે. સીઝેને આ સિરીયલના પ્રથમ ભાગમાં અનુરાગ બાસુ નામના એક એવા વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો જે પ્રેરણા નામની એક યુવતીને વધારે પ્રેમ કરે છે અને તેની સાથે મેરેજ પણ કરી લે છે પરંતુ તેમના રસ્તા અલગ પણ થઇ જાય છે. તેમની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે.

ઉલ્લેખનીય છે કે, એકતા કપૂરે થોડા મહિના પહેલા તેની 17 વર્ષ જૂની સિરીયલની રીમેકની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ સિરીયલ શ્વેતા તિવારી અને સીઝેન ખાન સ્ટારર ‘કસોટી જિંદગી કી’ છે અને બહુ જલ્દી એકતા આ સિરીયલને નવા અંદાજમાં દર્શકોની સામે રજૂ કરવાની છે. એક તરફ, જ્યાં આ સિરીયલમાં લીડ એક્ટ્રેસનો રોલ એરિકા ફર્નાડીઝ પ્લે કરવાની છે તો બીજી તરફ, અન્ય કલાકારોને લઈને નિર્માતાઓની વાતચીત ચાલી રહી છે.

Related posts

હાથમાં વેલણ લઇને જેનેલિયા ડિસુઝાએ પતિ પાસે ઘસાવ્યા વાસણ, જોવા જેવો છે એક્ટરનો આ Funny Video

Bansari

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada

લોકડાઉનનો ઉલ્લંઘન કરનારને અનોખી શિક્ષા, આ ગામમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવે છે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!