GSTV

શેરબજારમાં હાહાકાર/ સેંસેક્સ 1114 અને નિફ્ટી 326 તૂટ્યો, મીનિટોમાં જ રોકાણકારોના ડૂબ્યા 4 લાખ કરોડ

અમેરિકા અને યુરોપિય બજારોમાં આવેલી વેચવાલીના કારણે ઘરેલૂ શેર બજારમાં ભારે ઘડાકો થયો છે. BSEના 30 ટકા શેર વાળા મુખ્ય ઈંડકેસ્ સેંસેક્સ 1114 ઘટીને 36,553ના સ્તરે બંધ થયો હતો. તો વળી NSEના 50 શેર વાળા ઈંડેક્સ નિફ્ટી 307 અંક સાથે ભારે ધડાકો થયો હતો. નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ ધબડકા બાદ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જો કે, આ ધબડકા બાદ રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. પણ હા..નવા રોકાણથી બચવાની સલાહ આપી છે.

શા માટે શેર બજારમાં થયો ધડાકો-

નિષ્ણાંતોનું કહેવુ છે કે, ગ્લોબલ માર્કેટ FinCEN ખુલાસા બાદ નર્વસ દેખાઈ રહ્યા છે. સાથે જ ગ્લોબલ ગ્રોથની ચિંતા બજારનું ટેન્શન વધારી દે છે. એટલા માટે શેર બજારમાં આવો ધબડકો થયો છે.

બુધવારે અમેરિકી શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અમેરિકી બેંચમાર્ક ઈંડેક્સ ડાઓ જોંસ 1.92 ટકા નીચે આવ્યો હતો, તો વળી એસએન્ડપી 500 ઈંડેક્સમાં 2.37 ટકાનો ઘટાડો થયો હતો.

ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોના જમારાશિનું વેચવાલી કરી હતી. ગત સત્રમાં તેમણે કૈશ માર્કેટમાંથી 3,912.44 કરોડ રૂપિયા શેર વેચી નાખ્યા હતા. આ દરમિયાન ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોના 1,629.23 કરોડ રૂપિયા શેર ખરીદ્યા હતા.

7 અઠવાડીયાના નીચા સ્તર પર શેર બજાર-

આજે શેર બજાર ખુલતાની સાથે ભારે ધબડકો જોવા મળ્યો હતો. 4 ઓગસ્ટ બાદ નિફ્ટી 11,000ની નીચે ગોય છે. બજારામં 7 અઠવાડીયાના સૌથી નીચલા સ્તર પર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 50માંથી 48 શેર નીચે આવ્યા હતા.

શું થયો બેંકીંગ પર ખુલાસો-


FinCEN ખુલાસામાં ખાનગી લેવડદેવડ અને બેંકીંગથી જોડાયેલા રહસ્યો સામે આવ્યા છે. અમેરિકી નિયામક ફિનસેન સંદિગ્ધ ગતિવિધિઓ રિપોર્ટ નાથી સીક્રેટ દસ્તાવેજો તૈયાર કર્યા છે. જેમાં 1999થી 2017ની વચ્ચે 2121 સંદિગ્ધ ગતિવિધિઓનો ઉલ્લેખ થયો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!