GSTV

BIG BREAKING: નવા પ્રધાનમંડળના સભ્યોની આવતીકાલે પાટનગરમાં બપોરે 1.30 વાગ્યે યોજાશે શપથવિધિ

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

ગુજરાત સરકારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની શપથવિધિ પહેલા ભાજપમાં યાદવાસ્થળી થઈ છે.  નવા પ્રધાનમંડળને લઈને ભાજપમાં ઉગ્ર અસંતોષના પડઘા પડતા શપથવિધિ મોફૂક રાખવામાં આવી..  આજે યોજનારી શપથવિધિ છેલ્લી ઘડીએ મોફૂક રાખવામાં આવી.. નો રિપિટ થિયરીના અહેવાલને પગલે શપથવિધિ પર ગ્રહણ લાગ્યુ. જેથી નવા પ્રધાનમંડળના સભ્યોની આવતીકાલે ગાંધીનગરમાં બપોરે 1.30 લાગ્યે શપથવિધિ યોજાશે.

  • ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના શપથવિધિ પહેલા ભાજપમાં યાદવાસ્થળી
  • નવા પ્રધાનમંડળને લઈને ભાજપમાં ઉગ્ર અંસતોષના પડઘા પડતા શપથવિધિ મોકૂફ
  • આજે યોજનારી શપથવિધિ છેલ્લી ઘડીએ મોકૂફ રખાઈ

પ્રધાનોની શપથવિધિ આજે 4.20 વાગ્યે યોજાવાની હતી

આ પહેલા પ્રધાનોની શપથવિધિ આજે 4.20 વાગ્યે યોજાવાની હતી. જોકે, બાદમાં શપથવિધિના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો. મંત્રીમંડળની શપથવિધિ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યા હતા જેમા 15 સપ્ટેમ્બરની તારીખ લખવામાં આવી હતી. જોકે, શપથવિધિ આવતીકાલે યોજાતા આ બેનરને હટાવી લેવામાં આવ્યા હતા.

અમિત

નવા પ્રધાનમંડળમાં છેલ્લા સરકારમાં રહેલા એકપણ પ્રધાનને નવા પ્રધાનમંડળણાં સ્થાન નહીં મળે.. એટલે કે મંત્રીમંડળમાં નો રિપિટની થિયરી લાગુ કરવામાં આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે મંત્રીમંડળ માટે મોડી રાત સુધી કમલમમાં બેઠકનો દોર ચાવ્યો હતો. જે બાદ ભાજપ દ્વારા ડેમજ કંટ્રોલ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામા આવશે.

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. 25થી વધુ ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.  ઉત્તર ગુજરાતમાંથી અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.  આ ઉપરાંત  જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ સ્થાન મળી શકે છે.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!