શાહરૂખની દીકરીના માર્ગે ચાલી સંજય કપૂરની લાડલી શનાયા, કરશે બૉલીવુડમાં એન્ટ્રી

બૉલીવુડના અમૂક સ્ટાર્સ કિડ્સ એકબીજાના મિત્ર છે. આ સ્ટાર્સ કિડ્સમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અને ચંકી પાડેની પુત્રી અનન્યા પાંડે પણ છે. અવાર-નવાર ત્રણેય લોકોને એકસાથે જોવામાં આવે છે. તો હવે ત્રણેય પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહી છે. જેમાંથી એક તો સુહાનાના માર્ગ પર ચાલી રહી છે.

ખરેખર, એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખે જણાવ્યું હતું કે તેની પુત્રી સુહાનાએ ફિલ્મ ઝીરોની મેકિંગને આસિસ્ટ કરી છે. તો હવે સંજય કપૂરની પુત્રી પણ ફ્રેન્ડ સુહાનાની જેમ આસિસ્ટન્ટ ડાયરેક્ટિંગ કરવા માટે તૈયાર છે.

આ વાતની માહિતી સંજય અને તેની પત્ની માહીપાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપી. સંજયે શનાયાના પ્રોજેક્ટ અંગે જણાવ્યુ નથી, પરંતુ દીકરીને શુભકામનાઓ જરૂર આપી. માહીપે શનાયા અને સંજયની એક જૂની તસ્વીર શેર કરીને લખ્યું, ‘મારી બેબી બે અઠવાડિયા માટે લખનઉ ગઇ. તે ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટ તરીકે કામ કરશે.’

ગયા વર્ષે સંજય કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શનાયા અભિનેત્રી બનવા ઈચ્છે છે અને તેના માટે સખત પરિશ્રમ પણ કરી રહી છે. મને વાસ્તવિકતામાં ખબર નથી કે શું થવાનુ છે? જોકે, તેણે હજી સુધી કશું સાઈન કર્યુ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter