GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

સુરત શહેરના ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. દાદર પરનો રસ્તો બંધ કરી દેતા મજૂરો લિફ્ટમાં અવરજવર કરવા મજબૂર બન્યા હતા જે બાદ લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સજાઈ હતી. આ ઘટનાની મુલાકાત સુરતના મેયરે લેતા તેમણે કહ્યું કે, ઘટનાની સંપૂર્ણ તપાસ થયા બાદ કસૂરવારો સામે પગલા ભરવા અધિકારીઓને સુચના આપી હતી.

  • કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતા એક કામદારનું મોત
  • સુરત મેયરે કરી ઘટના સ્થળની મુલાકાત કરી
  • ઘટના અંગે મેયરે કર્યું સ્થળ નિરીક્ષણ
  • ઘટના સ્થળની મુલાકાત બાદ મેયર સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રવાના થયા
  • હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ રસ્તોની મુલાકાત માટે મેયર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ કસૂરવાર જણાય તો પગલા ભરવાની ચીમકી

સુરતના ભટારમાં આવેલા શાંતિવન લુમ્સ ખાતાની કોમર્શિયલ લિફ્ટનો તાર અચાનક તૂટતા લિફ્ટ બીજા માળેથી નીચે પડી જેના કારણે કામદારનું મોત નિપજ્યું. તો 7 ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, મીડીયાના અહેવાલ બાદ માલિક તેમજ સુરત મેયર ઘટના સ્થળે દોડી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, ઘટનાની યોગ્ય તપાસ કરી જે તે વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે.

  • લિફ્ટ તૂટી પડતા આઠ પૈકીના એકનું મોત
  • સાત લોકો ઇજાગ્રસ્ત
  • તમામને કમર અને પગના ભાગે ગંભીર ઈજા
  • ભટારના શાંતિવન મિલની ઘટના આવી સામે
  • દાદરનો અવરજવર કરવાનો રસ્તા શટરનો દરવાજો બંધ કરી દેવાતા કારીગરો લિફ્ટમાં અવરજવર કરવા મજબૂર
  • લિફ્ટ માં આવેલી ટેક્નિકલ ખામી બાદ બની દુર્ઘટના
  • સવારે 9:00 વાગ્યાના અરસા દરમિયાન બનેલી ઘટના
  • તમામ ઇજાગ્રસ્તોને સુરતના હોસ્પિટલ ખસેડાયા

લિફ્ટ દુર્ઘટનામાં તમામ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર અંદાજીત 9 વાગ્યાની આસપાસ લિફ્ટ દુર્ઘટનામાં ઘાયલ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલે તમામની ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી,જેમાં એકનું કરૂણ મોત નિપજ્યું છે. તો બાકીના તમામને હેડમાં ઈન્જરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે, ત્રણ કે ચાર લોકોની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી છે.

મળતા અહેવાલ પ્રમાણે ગિરધર એસ્ટેટ-2માં ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું છે, કાપડના માલને નીચે લઈજવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે, આ લિફ્ટમાં વહેલી સવારે કાપડના માલની જગ્યાએ મજૂરો ઉતરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક જ લિફ્ટનો તાર તૂટતા અચાનક ઘડાકા સાથે લિફ્ટ નીચે પડી હતી.

READ ALSO

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV