‘શું ધોની-વિરાટની સાથે મિતાલી જેવો વ્યવહાર કરવાની હિંમત રાખે છે BCCI’

મહિલા ટી-20 વિશ્વ કપમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ તરફથી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. બાહોશ ટીમ ઈન્ડિયા માટે આ હાર કોઈ આઘાતથી ઓછી નથી. સેમી ફાઈનલમાં ટીમની સૌથી અનુભવી બેટ્સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઈલેવનથી બહાર કરી દેવામાં આવી હતી, જેની ચારે તરફ ભરપૂર ટીકાઓ થઈ રહી છે.

ત્યારબાદ મિતાલીએ આ સંદર્ભે બીસીસીઆઈને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું, ’20 વર્ષની લાંબી કારકિર્દીમાં હું પહેલી વખત પોતાને ડિપ્રેશનમાં અનુભવી રહી છું. કોચ રમેશ પોવાર ટ્રેનિંગ સેશન દરમ્યાન મારું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.’

પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીએ આ મામલા બાદ પસંદગીકારો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે શું બીસીસીઆઈમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથે આવુ વર્તન કરવાની હિમ્મત છે.

શાંતા રંગાસ્વામીએ વધુમાં કહ્યું, ‘ખૂબ જ દુ:ખની વાત છે કે ટીમની વરિષ્ઠ ખેલાડી મિતાલી રાજને સેમીફાઈનલ મેચમાં બહારનો રસ્તો બતાવ્યો છે. મિતાલી રાજે આ સંદર્ભે બીસીસીઆઈને મેલ પણ કર્યો હતો. આ મેલ લીક કેવીરીતે થયો.’

શાંતા રંગાસ્વામીએ આ મામલામાં કોચ રમેશ પોવારને પણ ઘસેડ્યા છે. તેમણે કહ્યું કે કોચની આ જવાબદારી બને છે. તેમણે જવાબ આપવો જોઈએ કે કેમ એક સીનિયર ખેલાડીની સાથે આવુ ગેરવર્તન થઈ રહ્યું છે. ડ્રેસિંગ રૂમથી લઈને ડગઆઉટ સુધી તમે કોઈ પણ સીનિયર ખેલાડી સાથે આવુ વર્તન કરી શકો નહીં.

શાંતા રંગાસ્વામીએ કહ્યું, ‘બીસીસીઆઈનો કાર્યભાર સંભાળતા સીઓએ વિનોદ રાયે પણ આ મામલામાં ભૂમિકા નિભાવવી જોઈએ. મિતાલી સાથે જોડાયેલો વિવાદ માત્ર એક મામલો નથી. વિશ્વ કપના આટલા મોટા મુકાબલામાં પસંદગીકાર મિતાલી રાજને ટીમથી બહાર રાખી આવી મનમાની કેવીરીતે કરી શકે છે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter