ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. દિવસેને દિવસે પરિસ્થિતી વિકટ બનતી જાય છે. ત્યારે આ સમયે સ્વાસ્થ્યકર્મીઓની સાથે સાથે અન્ય કેટલાય લોકો પણ મદદ માટે હાથ લાંબો કરી રહ્યો છે.ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે ત્યારે આ લડાઇમાં આપણે સૌ સાથે છીએ અને એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજો ને હોસ્પિટલ કે કોરંટાઈન સેન્ટરમાં પરિવર્તિત કરવા સોંપુ છું. pic.twitter.com/gSjjP02FXw
— Shankersinh Vaghela (@ShankersinhBapu) April 12, 2021
તેમણે આ પત્રમાં જણાવ્યા પ્રમાણે કોરોનાની આ લડાઈમાં આપણે સૌ સાથે છીએ. એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજોને હોસ્પિટલ કે, કોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવા માટે સોંપુ છું.
ગાંધીનગરમાં આજથી ગલ્લાઓ બંધ
આજથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં પાન-મસાલાના ગલ્લા અને દુકાનો બંધ રાખવામાંનો અમલ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર શહેરમાં મોટાભાગના પાન ગલ્લા બંધ જોવા મળ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ કોઈને કોઈ જગ્યાએ ચાલુ હોવાની વાત સામે આવી છે. સોમવારે કલેકટરે જાહેરનામું બહાર પાડીને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પાનના ગલ્લા બંધ રાખવા આદેશ કર્યો હતો.
જીએમડીસી હોલને 900 બેડની હોસ્પિટલ બનાવાની કવાયત
અમદાવાદમાં કોરોના કેસ બેકાબૂ બન્યા છે. ત્યારે અમદાવાદના જીએમડીસી કેન્વેન્શન્ હોલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની વિચારણા થઈ રહી છે. 900 બેડની હોસ્પિટલ GMDC કન્વેનશન હોલમાં બનાવવાની રાજ્ય સરકારની વિચારણા છે અને હોલમાં પ્રારંભિક તૈયારીના ભાગ રૂપે ત્રણ જેટલા બેડ મુકવામાં આવ્યા.
READ ALSO
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?
- છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી
- આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ