GSTV

ભાજપાવાળી/ શું શંકરસિંહ ભાજપના નેતાઓને તોડવા થયા સક્રિય?, ખાડિયાના સિનિયર કાઉન્સિલરનો કર્યો સંપર્ક

Last Updated on February 4, 2021 by Karan

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નવા માપદંડથી અનેક કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં ટિકિટ કપાઈ શકે તેવા કોર્પોરેટરોનો સંપર્ક કર્યો છે. ખાડિયા વોર્ડના ભાજપના કાઉન્સિલર મયુર દવેનો શંકર સિંહ વાઘેલાએ સંપર્ક કર્યો છે. અન્ય પણ ભાજપના સિનિયર કાઉસિલરો સાથે શંકરસિંહ વાઘેલા સંપર્ક કરી રહ્યા હોવાનું સુત્રો કહી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં 60 વર્ષથી વધુ વયના, ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર પદે રહેલા નેતાઓને ટિકિટ ન આપવાના માપદંડ બનાવ્યા છે ત્યારે હવે આવા કોર્પોરેટરો સાથે શંકરસિંહ વાઘેલા સંપર્ક કરી રહ્યા હોવાનું પણ સુત્ર કહી રહ્યા છે.

કોર્પોરેટરો સાથે શંકરસિંહ વાઘેલા કરી રહ્યા છે સંપર્ક

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં 60 વર્ષથી વધુ વયના, ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર પદે રહેલા નેતાઓને ટિકિટ ન આપવાના માપદંડ બનાવ્યા

અમદાવાદના પૂર્વમાં કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનું કોકડું હજુ પણ ગુંચવાયેલુ છે. અનેક દાવેદારોના કારણે પાર્ટીમાં ઉમેદવાર પસંદગીમાં અસમંજસની સ્થિતિ છે ત્યારે નામ જાહેર થયા વગર સીધા મેન્ડેડ અપાઈ તો પણ નવાઈ નહિ. વોર્ડ એક પણ ઉમેદવાર અનેક જેવી સ્થિતિ પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે. વોર્ડ નંબર 15 અસારવાથી બાબુભાઇ રૂપાલા, પ્રતાપજી ઠાકોર, હિરેન પાંડે સહીત 7 નામો છે. જ્યારે બાપુનનગર વોર્ડમાંથી પ્રશાંત વર્મા, જે.ડી પટેલ, મોહનસિંહ રાજપૂત, સુરેશ તોમર, નીલા બારોટ, હેતલ પંચાલ સહીત 12થી વધુ દાવેદારો છે..આ ઉપરાંત શાહપુર અને દરિયાપુર વોર્ડ પણ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યો છે. એક વોર્ડ અને ઉમેદવારો અનેક હોવાથઈ અમદાવાદના નિરીક્ષકો પણ મુંઝાયા છે.

કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનું કોકડું હજુ પણ ગુંચવાયેલુ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડી એ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. બાપુએ કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની ઈચ્છા દર્સાવી હતી. બાપુને ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થી મધ્યસ્થી કરી રહ્યા છે.હવે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર મહોર લગાવે તેવી સંભાવના છે. બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થવાની સંભાવના છે.

77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી


ઉલ્લેખનિય છે કે, શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી હતી.તેઓએ કહ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસ મુક્ત થાય છે..અને કોઈ પક્ષમાં જોડવવાના નથી. જોકે બાદમાં તેઓ એનસીપીમાં સામેલ થયા છે. પોતાના 77માં જન્મ દિવસ પર શંકરસિંહ વાઘેલાએ સમસંવેદના કાર્યકર્મનું આયોજન કર્યું હતુ..અને તેમાં તેઓએ કોંગ્રેસ મુક્ત થવા અને સક્રિય રાજકારણથી મુક્ત થવાની વાત કહી હતી..

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું છે. હવે તેઓ કોંગ્રેસમાં જોડાવા માટે લીલીઝંડી આપી ચૂક્યા છે.

READ ALSO

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!