GSTV

રાજ્યમાં ચૂંટણીની મોસમ શરૂ થતા પહેલા જ આ દિગ્ગજ નેતાએ બોલાવી બેઠક, ભાજપી નેતાઓને કહ્યા કરોડરજ્જુ વગરના

ગુજરાતમાં ફરી ચૂંટણીઓની મોસમ શરૂ થવા જઈ રહી છે. વર્ષના અંતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો પોતાની પકડ મજબુત કરવા સંગઠનને કસી રહ્યા છે. ત્યારે આજે નવસારી ખાતે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા એનસીપીના આગેવાનો સાથે ગુજરાત એનસીપીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ બેઠક કરીને સુસુપ્ત સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપની લહેરની ગતિ ધીમી થઇ રહી છે, જયારે કોંગ્રેસ આંતરિક વિખવાદોને પગલે સંગઠીત નથી થઇ શકી. ત્યારે તકનો લાભ લેવામાં માહિર એવા ગુજરાત એનસીપીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ નવસારી સર્કીટ હાઉસ ખાતે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરી તેમને ઉત્સાહિત કર્યા હતા. સાથે જ કોંગ્રેસ અને ભાજપા પર વાકબાણો છોડ્યા હતા.

આજે શંકરસિંહ વાઘેલાએ નવસારી આવીને ભાજપ અને કોંગ્રેસથી ત્રસ્ત થયેલા કાર્યકરોને ઘડિયાળમાં સામેલ કર્યા હતા અને વડોદરાના સાવલીના ધારાસભ્ય ઈનામદારને માધ્યમ ભાજપી નેતાઓને કરોડરજ્જુ વગરના કહીને નવો વિવાદને છેડયો હતો. આ સાથે જ તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું કે ગુજરાતમાં એનસીપીને બેઠું કરવા આગામી દિવસોમાં શક્તિદલની રચનાં કરાશે. જેમાં આગામી 2 જી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના સુરતમાં વિશાળ શક્તિદલ સંમેલન યોજીને સુસુપ્ત કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ થશે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!