હનુમાનજીની જાતિ દર્શાવી યોગીએ માહોલ બગાડ્યો, પીએમને સ્વામીએ આપી આવી સલાહ

શંકરાચાર્ય સ્વામી અધોક્ષજાનંદ દેવતીર્થે કહ્યુ છે કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ભગવાન હનુમાનને દલિત ગણાવ્યા અને બાદમાં પાર્ટીના નેતાઓ તરફથી તેમની જાતિ અને ધર્મને લઈને કરવામાં આવેલી ખેંચાણથી દેશમાં માહોલ બગડ્યો છે. સ્વામી અધોક્ષજાનંદ દેવતીર્થે ક્હ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓને આના સંદર્ભે પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તથા દેવી-દેવતાઓનો અનાદર કરનારી નિવેદનબાજી પર તાત્કાલિક રોક લાગવી જોઈએ.

શંકરાચાર્યે કહ્યું છે કે સૌથી દુઃખદ બાબત એ છે કે વિવાદીત નિવેદનોથી રામભક્ત હનુમાનનું અપમાન કરનારા લોકો એ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે કે જેઓ ખુદને હિંદુ અસ્મિતાના રક્ષક ગણાવે છે. સ્વામી અધોક્ષજાનંદ દેવતીર્થે કહ્યુ છે કે એક તરફ ભાજપ રામમંદિર પર સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની માગણી કરી રહ્યું છે. તો બીજી તરફ ભગવાન રામના પ્રિય બજરંગબલીનું અપમાન થઈ રહ્યું છે.

આવી રીતે હસવું અને રડવું બંને એકસાથે ચાલી શકે નહીં. રામમંદિર નિર્માણમાં ભાજપની ભૂમિકા સાથે જોડાયેલા એક અન્ય સવાલના જવાબમાં તેમણે ક્હ્યુ છે કે ભાજપ હકીકતમાં રામમંદિરનું નિર્માણ કરવા ચાહે છે, તો સંસદના હાલના શિયાળુ સત્રમાં જ ખરડો લાવે. પરંતુ એ યાદ રાખે કે ખરડો કોઈને નીચું દેખાડવા માટે નહીં. પરંતુ અયોધ્યામાં ભગવાન રામનો મહિમા ફરીથી સ્થાપિત કરનારો હોવો જોઈએ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter