VIDEO-ભાજપના આ કદાવર નેતા જસદણ ચૂંટણી ટાણે બુથ પાસે શું કરી રહ્યા છે ?

જસદણમાં પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાન બુથ નજીક ભાજપ નેતા શંકર વેગડ ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વિંછીયાના ઓરી ગામે શંકર વેગડ જોવા મળ્યા હતા. મતદાન બૂધના આસપાસના વિસ્તારમાં શંકર વેગડ જોવા મળ્યા હતા.

જીએસટીવીની ટીમને જોઈને શંકર વેગડે ચાલતી પકડી હતી. અને તેઓએ મતદાન બુથ નજીક ફરવાના મામલે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તેઓએ મુક્ત મતદાન માટે અપીલ કરતા હોવાનો દાવો કર્યો. જોકે, સવાલ એ છે કે, મતદાનના દિવસે કોઈ પક્ષના નેતા કઈ રીતે મુક્ત મતદાનની અપીલ કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter