GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને આપી માત, કોરોનામુક્ત થતાં બાપૂને હોસ્પિટલમાંથી અપાઈ રજા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા હવે સાજા થઈ ગયા છે. ગત મહિનાના છેલ્લા અઠવાડીયામાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને બે દિવસ સુધી તાવ રહ્યો હતો, પણ તેઓ નજર અંદાજ કરતા રહ્યા હતા. તપાસ કરાવી તો ખબર પડી કે, તેઓ કોરોના પોઝિટીવ છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે, હવે તેઓ સંક્રમણથી મુક્ત થયા છે અને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી અપાઈ રજા

સોમવાર સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ દરમિયાન તેમના દિકરા પણ તેમની સાથે હતા. તેમણે જણાવ્યુ હતું કે, પાપાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. તેઓ ખુદ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. બાપૂએ આ અંગે જણાવ્યુ હતું કે, હું કેટલાય લોકોના સંપર્કમાં આવ્યો હતો, તે સમયે સંક્રમણ લાગી ગયુ હશે.

આપને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા જ એનસીપીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ સમર્થકોમાં બાપૂ તરીકે ઓળખાય છે. 1996માં ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, તેઓ કોંગ્રેસની નજીક અને ભાજપ સાથે જ સારો સંબંધ રાખી ચુક્યા છે.

READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!