GSTV

દ્રવિડ સર સાથે પ્રથમ વાર મળતી વખતે હું ખૂબ નર્વસ હતો, શંકરે શેર કરી યાદો

Last Updated on February 19, 2019 by

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સામેની સીરીઝમાં સારું પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર વિજય શંકરે રાહુલ દ્રવિડની સાથે કરેલી પ્રથમ મુલાકાતની અમૂક યાદો શેર કરી છે. આ દરમ્યાન શંકરે જણાવ્યું કે પહેલી વખત દ્રવિડ સર સાથે મળતા પહેલા મને એટલી બધી ગભરામણ થતી હતી કે હું ડ્રેસિંગ રૂમમાં નર્વસ થયો હતો. શંકરે દ્રવિડની સાથે કરેલી પ્રથમ મુલાકાતના અમૂક કિસ્સા શેર કર્યા છે.

દ્રવિડ સરને કરવા માંગતો હતો પ્રભાવિત

શંકરે કહ્યું કે હું 2012માં ચેન્નઈ મેચ પહેલા રાહુલ સરને ટીએનસીએ ક્લબમાં મળ્યો હતો. મારા રોલ મૉડલ રહેલા દ્રવિડ સર સાથે મળતી વખતે હું એટલો બધો નર્વસ હતો કે ડ્રેસિંગ રૂમમાં ગભરામણ થતી હતી. જોકે, 2 દિવસ બાદ અમે બંનેએ સાથે બેટિંગ કરી હતી. અન્ય યુવાઓની જેમ હું પણ તેમને પ્રભાવિત કરવા માંગતો હતો.

ગુમાવેલો આત્મવિશ્વાસ ફરીથી જાગ્યો

શંકરે કહ્યું, નિડાસ ટ્રોફી બાદ મારો આત્મવિશ્વાસ સમાપ્ત થયો હતો, જેને રાહુલ સરે ફરીથી પ્રસ્થાપિત કર્યો. તેમણે મને સમજાવ્યું કે મારી પાસે ગેમને ફિનિશ કરવાના શૉટ્સ અને ટેમ્પરામેન્ટ છે. તેમણે મને કહ્યું કે તેઓ મને 5મા નંબરે રમતા જોવા માંગે છે. ન્યૂઝીલેન્ડ એની સામેની પ્રથમ મેચમાં જ્યારે અમે 300 રનનો પીછો કરી રહ્યાં હતાં ત્યારે મેં એવુ જ કર્યુ અને મેચ ફિનિશ કરી.

સ્મરણ રહે કે વિજય શંકર ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટી-20 અને વન-ડે સીરીઝમાં ટીમનો ભાગ છે. બંને દેશોની વચ્ચ પ્રથમ ટી-20 મેચ 24 ફેબ્રુઆરી અને પહેલી વન-ડે મેચ 3 માર્ચે રમાશે.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!